યુપીમાં સરકાર બન્યા બાદ યોગીની પ્રથમ કેબિનેટ બેઠક

લખનઉ : ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવ્યા બાદ 16 દિવસમાં જ આજે યોગી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મળવા જઇ રહી છે. દેશભરની નજર કેબિનેટમાં યોગી સરકારના પિટારામાંથી શું નિકળશે તેના પર રહી છે. યુપીના લોકોને ખેડૂતોને દેવા માફી સહિત મોટા નિર્ણયોની રાહ જોઇ રહ્યાં છે. સોમવારે અધિકારીઓ સાથે અને કેબિનેટના સહયોગી સાથેની 8 કલાકની મેરાથોન બેઠકમાં સીએમ યોગીએ તમામ વિભાગની યોજનાઓની એક બ્લ્યૂં પ્રિન્ટ તૈયાર કરવા અંગે ચર્ચા કરી હતી. પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકાર 10 મહત્વના નિર્ણય લે તેવી શક્યતા છે.

જેમાં સૌથી મોટો અને અગત્યનો નિર્ણય રાજ્યના ખેડૂતો પર 62,000 હજાર કરોડ પાક લોન છે જેને દૂર કરવા અંગે નિર્ણય લઇ શકાય તેવી અટકળ છ. ગેરકાયદે કતલખાના પર કડી સજાનું એલાન તેમજ કતલખાનાને લઇને નીતિ સ્પષ્ટ કરી શકે છે. તેમજ ગત સરકારની ઘણી યોજના બદલવાની તેમજ તેના નામ બદલવાની કાર્યવાહી હાથ ધરી શકે છે. યુપીના ઘર-ઘરમાં 24 કલાક વીજળી મળે તે અંગેની જાહેરાત પણ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.
http://sambhaavnews.com/

You might also like