પતંજલિનો ફૂડ પાર્ક UPમાં જ રહેશે : CM યોગીએ રામદેવ સાથે કરી વાત

લખનૌ: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં બનનારા પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કને શિફ્ટ કરવાની તેમજ તે માટે ફાળવેલ જમીનનો કરાર રદ કરવાના સમાચારો બાદ બાબા રામદેવે ઉત્તર પ્રદેશ સરકારને નિશાન બનાવી હતી અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બાબા રામદેવ સાથે ફોન પર વાતચીત કરી હતી. યોગીએ બાબા રામદેવને ખાતરી આપી હતી કે યુપીની બહાર પાર્ક શિફ્ટ થશે નહીં.

યુપી સરકારના ઉચ્ચ સત્તાધારી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ મામલાનો જલદી ઉકેલ લાવવામાં આવશે. આ અગાઉ પતંજલિ કંપનીના એમ.ડી. આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક યુપીની બહાર શિફ્ટ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે શ્રી રામ અને કૃષ્ણની પવિત્ર ભૂમિના ખેડૂતોનાં જીવનમાં સમૃદ્ધિ લાવવાનો સંકલ્પ રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે અધૂરો રહીં ગયો.

બાલકૃષ્ણએ ત્યાર બાદ ‘આજતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુપીમાં માત્ર ધિંગામસ્તી ચાલી રહી છે. કામ થઈ રહ્યું નથી. અમારી ફાઈલ ક્યાં છે તેની તપાસ કરો. યોગી સરકાર તરફથી પતંજલિને જમીનના ટાઈટલ સૂટ સોંપવામાં આવ્યા નથી અને તેના કારણે મુશ્કેલી પડી છે. આ પ્રોજેક્ટ રૂ. ૧૬૬૬.૮૦ કરોડનો હતો અને તે ૪૫૫ એકરમાં બનવાનો હતો.

બાબા રામદેવે પણ જણાવ્યું હતું કે યોગી સરકારે આ પાર્ક પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા દાખવી છે અને તેને રદ કર્યો છે. જોકે ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડામાં બનનારા પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કને રદ કરવાની વાતને નકારી કાઢી છે.

ઔદ્યોગિક વિકાસ કમિશનર અનુપચંદ્ર પાંડેયના જણાવ્યા પ્રમાણે યમુના એક્સપ્રેસ વેમાં પતંજલિ આયુર્વેદમાં ફાળવવામાં આવેલ જમીન રદ કરવામાં આવી નથી. જમીન રદ થવાના સમાચારને કારણે ઉત્તર પ્રદેશની રાજકીય લોબીઓમાં હડકંપ મચી ગયો હતો અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બાલકૃષ્ણ સાથે વાતચીત કરીને જણાવ્યું હતું કે જે કોઈ ટેકનિકલ સમસ્યા છે તે હલ કરવામાં આવશે.

divyesh

Recent Posts

દુકાનમાં ભીષણ આગઃ ગેસનાં બે સિલિન્ડર બોમ્બની જેમ ફાટ્યાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના ઇન્કમટેક્સ ખાતે આવેલ સી.યુ.શાહ કોલેજની સામે ફાસ્ટફૂડની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગતાં ગેસના બે…

4 hours ago

નવા CBI ડાયરેકટર કોણ? આજે પીએમના અધ્યક્ષપદે બેઠક

(એજન્સી) નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઇ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. એક બાજુ આજે સીબીઆઇના નવા ડાયરેકટરની…

4 hours ago

બિન ખેતી બાદ હવે પ્રીમિયમની કામગીરી પણ ઓનલાઈન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: રાજ્ય સરકારે જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ અપાતી બિન ખેતી (નોન એગ્રીકલ્ચર-એનએ)ની પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિને હવે…

4 hours ago

ગળામાં ઈન્ફેક્શન, શરદી, ખાંસીથી હજારો અમદાવાદીઓ પરેશાન

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં કાતિલ ઠંડી ભેજના પ્રમાણમાં વધારો ,અને વાતાવરણમાં અચાનક પલટો આવતાં લોકો શરદી,તાવ ગળામાં દુખાવો જેવાં અનેક…

4 hours ago

શંકરસિંહ વાઘેલા 29મીએ અમદાવાદમાં NCPમાં જોડાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: જનવિકલ્પ મોરચાના અધ્યક્ષ અને રાજ્યના કદાવર નેેતા શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ એનસીપીમાં જોડાવાના છે. આ અંગે…

5 hours ago

ઈસરો આજે લોન્ચ કરશે દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ ‘કલામસેટ’

(એજન્સી) નવી દિલ્હી: આજે ઈસરો દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ કલામસેટ લોન્ચ કરશે. પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી) સી-૪૪ હેઠળ કલામસેટ…

5 hours ago