બે વર્ષમાં બુંદેલખંડમાં પૂરી થઇ જશે પાણીની સમસ્યા: યોગી

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઝાંસીમાં એક સભા સંબોધિત કરતાં કહ્યું કે શાનદાર જીત મેળવ્યા બાદ સરકારની જવાબદારી વધી ગઇ છે. એમણે કહ્યું કે બે વર્ષની અંદર બુંદેલખંડમાંથી પાણીની અછતની સમસ્યાને પૂરી કરી દેવામાં આવશે. એમણએ વીજળી વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે કે 48 કલાકની અંદર બુંદેલખંડમાં ખરાબ પડેલા વીજળી ટાન્સફોર્મરને બરોબર કરી દેવામાં આવે ક્યાં તો એને બદલી નાંખવામાં આવે.

આ પહેલા સીએમ યોગીએ ઝાંસી પહોંચીને સિવિલ હોસ્પિટલનું અચાનક ચકાસણી કરી. ત્યારબાદ તે સ્થાનીક અનાજ બજાર માટે રવાના થઇ ગયા હતા. સીએમ બન્યા બાદ યોગીનો આ પહેલી બુંદેલખંડની મુલાકાત છે. સીએમએ અનાજ બજારમાં ઘઉં ખરીદી કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું. સીએમએ ખરીદી કેન્દ્રમાં હાજર કેટલાક અધિકારીઓના ક્લાસ પણ લીધા. સીએમ યોગીએ બુંદેલખંડમાં બે ખેડૂતોના આપઘાત પર રિપોર્ટ પણ માંગ્યો છે.

હોસ્પિટલ અને ઘઉં ખરીદી કેન્દ્રના નિરીક્ષણ બાદ સીએમ યોગી એક પ્રાઇમરી શાળાએ તપાસ કરવા પહોંચ્યા. સીએમએ અહીંયા મિડ ડે મીલની જાણકારી લીધી અને ક્લાસમાં પીવાની પાણીની તપાસ કરી. ત્યાં હાજર રહેલા બાળકો સાથે પણ વાત કરી.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જો યૂપીમાં ભાજપની સરકાર બને છે તો વિકાસનો 14 વર્ષનો વનવાસ પૂર્ણ થશે અને યૂપીને દેશના વિકાસનું એન્જીન બનાવવામાં આવશે. આ ઉપરાંત યોગીએ બુંદેલખંડ માટે પેયજલ પરિયોજનાની પણ જાહેરાત કરી છે અને એની સાથે જ 20 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે.

બુંદેલખંડ ઉત્તર પ્રદેશનો સૌથી પછાત અને દરીબ વિસ્તાર માનવામાં આવે છે, ચૂંટણી દરમિયાન બુંદેલખંડનો વિકાસ ખૂબ મહત્વનો મુદ્દો હતો. કેન્દ્રના મોદી સરકાર અને રાજ્યના યોગી સરકાર એટલા માટે બુંદેલખંડ પર વિશેષ ધ્યાન આપી રહી છે.

http://sambhaavnews.com/

You might also like