યોગીએ ધારાસભ્યોને આપ્યો ‘સાદગી’ ‘ ઈમાનદારી’ અને ‘શાલીનતા’નો મંત્ર

નવિ દિલ્હી: ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બીજેપી ધારાસભ્યદળની બેઠક બોલાઈ હતી. આદિત્યનાથની સાથે વિધાયકોની આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી. યોગીએ પોતાના વિધાયકોને ખાસ સુચનાઓ આપી. તેમાં સાગદી, ઈમાનદારી અને શાલીનતા પર વિશેષ ભાર આપ્યો.

બેઠકમાં હાજર રહેલા વિધાયકોએ શું કહ્યું:

આ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યો પ્રકાશ દ્વિવેદીએ કહ્યુ કે ‘ મુખ્યમંત્રીએ એમને કહ્યું કે તમારે લોકોને જનતા વચ્ચે એવી રીતે જવાનું છે કે તેમને એવું ના લાગે કે વિઘાયક કોઈ VVIP છે. લોકો સાથે વધુમાં વધુ સંપર્કમાં રેહવા કહ્યું

ધારાસભ્યો સંજય કુમાર ગુપ્તાએ જણાવ્યું કે “મુખ્યમંત્રીએ વિધાયકોને પોતાના આચરણને લઈ લોકોને સમજાવ્યા છે આપણે લોકો જનતાની સેવા માટે અહિંયા છીએ આપણા લોકોથી કોઈને કઈ સમસ્યા ન થાય

કેમ બોલાવામાં આવી હતી બેઠક

ચાલ, ચરિત્ર અને ચહેરાથી યોગી પોતાની સરકાર ને સૌથી વધુ સારી ગણાવા ઈચ્છે છે. એજ કારણોસર જ્યારે સરકાર બની તેનો ઉત્સવ અને લોકો સાથે હળવા મળવાનું કાર્ય પૂરું થયુ હોઈ  યોગી સરકાર માત્ર કામ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. યોગીએ આ બેઠક બોલાવી અને ધારાસભ્યોને જણાવ્યું છે કે કરવાના અને ન કરાવાના કાર્યોની માહિતી છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે સીએમ આદિત્યનાથે ફળાહાર પાર્ટીમાં એવા નેતાઓને સમ્માનિત કર્યા હતા તે જેઓએ બીજેપીના વિજયમાં મહત્વપુર્ણ ભુમિકા અદા કરી હતી. યોગીએ બીજેપી નેતાઓને ભેટ પણ આપી હતી.

You might also like