યોગી આદિત્યનાથે CM બન્યા બાદ પહેલીવાર સાધુ સંતો સાથે હોળી ઉજવી

મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વાર યોગી આદિત્યનાથે પહેલી વાર ગોરખપુરમાં શુક્રવારે હોળી ઉજવી હતી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં સાધુ સંતો અને ભક્તો સાથે હોલિકા દહનની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી.

પૂજા કર્યા બાદ હોલિકા દહનની રાખ એકબીજાને લગાવી તેમણે હોળી રમવાની શરૂઆત કરી હતી. શહેરના ઘંટાઘરથી નીકળીને ભગવાન નરસિંહની શોભાયાત્રામાં ભાગ લેતા પહેલા મુખ્યમંત્રીએ ગોરખનાથ મંદિર પરિસરમાં પોતાની પરંપરાગત પૂજા બાદ પરિસરમાં હોલિકાની રાખ પોતાના અને મંદિરના પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓને લગાવી હતી.

મુખ્યમંત્રી હોળી રમવા આવે તે પહેલા જ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ વધી ગઈ હતી. મથુરાથી આવેલા સંતો અને ભક્તો ફાગુઆ ગીત જોરજોરથી ગાવા લાગ્યા હતા. મુખ્યમંત્રી મંદિરના સાધુ સંતો સાથે સવારે 8 વાગ્યે મઠથી બહાર આવ્યા હતા. તેમણે મંદિરમાં થઈ રહેલ હોલિકા દહનમાં 6 મિનિટ સુધી પૂજા કરી હતી.

You might also like