સેના જવાન લાતો ખાય તો વાંધો નહી પરંતુ જીપથી બાંધ્યો તો વાંધો : યોગેશ્વર

પાણીપત : જમ્મુ કાશ્મીરમાં આર્મીની જીપ પર કાશ્મીરી યુવકને બાંધીને ફેરવવાનાં વીડિયો પર રેસલર યોગેશ્વર દત્ત ટ્વીટ કર્યું છે. યોગેશ્વરે લખ્યુ છે, પુરથી બચાવો, પછી પથ્થર ખાવાના ત્યા સુધી કેટલાક લોકોને મુશ્કેલી નથી. હવે જ્યારે સેનાએ માર્યા સિવાય હાથ પગ બાંધી દીધા તો તેઓને સારુ નથી લાગતું. સેનાનાં જવાનો પર કાશ્મીરી હૂમલો કરે તે સારૂ લાગે છે.

જો કે આ વીડિયો અંગે સેનાના પ્રવક્તાએ કહ્યું કે તપાસ ચાલી રહી છે. આ વ્યક્તિનો દાવો છે પેટા ચૂંટણીમાં મતદાન કરીને પોતાની બહેનનાં ઘરે જઇ રહ્યો હતો. યોગેશ્વરે આ અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ટ્વિટ કરી યોગેશ્વરે કહ્યું કે જે લોકો પૂછી રહ્યા છે કે કોણ કેટલીવાર કાશ્મીર ગયું છે તો કહી દઉ કે હું એસી રૂમમાં બેસીને સનસનાટી નથી ફેલાવતો. હરિયાણાનાં દરેક ઘરથી એક વ્યક્તિ આર્મીમાં જાય છે.

ત્રીજા ટ્વિટમાં લખ્યું કે જ્યરે આવી પરિસ્થિતી જોવા મળે છે તો પાડોશમાં રહેનાર બાળપણનાં સાથીઓ માટે મન ખરાબ થાય છે. દેશનું સન્માન બચાવતા તેમનું અપમાન થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

You might also like