નીતિન પટેલ બાદ હવે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ભાજપથી નારાજ

ગુજરાતમાં ભાજપની અંદર નારાજગીનો સિલસિલો વધી રહ્યો છે. એક તો ભાજપ પાસે આ વખતે ધારાસભ્યોની સંખ્યા એટલી ખાસ નથી, એવામાં તેમને સરકાર ચલાવવામાં પગ સાચવીને મૂકવો પડશે.

જો કે મંત્રાલયોની ફાળવણીને લઈને ભાજપમાં અંદરોઅંદર અસંતોષ વધી રહ્યો છે. જો કે હવે નારાજ એવા નીતિન પટેલ માની ગયા છે. તેમણે પોતાની લાગણી હાઈકમાન્ડને જણાવી પણ દીધી હતી અને આજે પાર્ટી તરફથી આશ્વાસન મળતાં તેઓ માની ગયા છે અને નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે.

નીતિન પટેલની જેમ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ભાજપથી નારાજ થયા છે. તેમણે કહ્યું છે કે, ‘સતત 7 વખત જીતવા છતાં મને કોઈ મંત્રીપદ આપવામાં આવ્યું નથી.’

જો કે અમિત શાહ સાથે ફોન પર વાત થયા પછી નીતિન પટેલે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે નીતિન પટેલને સ્વાસ્થય, સડકભવન જેવા મંત્રાલયો આપવામાં આવ્યા હતા. જેમાં તેઓ રહેવા માગતા ન હતા. તેઓ મહત્વના મંત્રાલયો ન મળતા પાર્ટીથી નારાજ થયા હતા.

You might also like