અાગામી સત્રથી યુનિવર્સિટીમાં યોગનો અભ્યાસ શરૂ થશે

નવી દિલ્હી: અાવનારા શૈક્ષણિક સત્રથી દેશની કેટલીય કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં યોગ પર સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ થઈ જશે. યુજીસી અા યોજનાઓ પર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. ઓફિશિયલ સૂત્રોની વાત માનીએ તો અાવનારા દિવસોમાં અાની જાહેરાત થઈ શકે છે. મોદી સરકાર યોગ પર ખૂબ ધ્યાન અાપી રહી છે. ખુદ વડા પ્રધાન મોદીનોે યોગ સાથે લગાવ અજાણ્યો નથી. તેને જોતાં યુજીસી અાગામી સત્રથી યુનિવર્સિટીમાં યોગ સંબંધીત વિભાગ શરૂ કરવાનું વિચારી રહી છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ પ્રસ્તાવ પર કામ શરૂ કરાયું છે. કેટલાય લોકોનું એવું પણ માનવું છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર યોગના પ્રભાવને જોતાં અા શોધની પણ ખૂબ જ શક્યતાઓ છે.

અા પહેલાં ૨૧ જૂનના રોજ અાંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અાયોગે તમામ શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ કાર્યક્રમ કરવાના અાદેશ અાપ્યા હતા સાથે સાથે ઓનલાઈન નિબંધ સ્પર્ધા પણ અાયોજિત થઈ હતી. સરકાર પહેલાં પણ કહી ચૂકી છે કે કેન્દ્ર દ્વારા સંચાલિત તમામ સ્કૂલોમાં છઠ્ઠા અને દસમા ધોરણમાં યોગને એક વિષય તરીકે સામેલ કરવામાં અાવશે.

You might also like