સાંસ્કૃતિક વારસો અને જીવવાની કળા

મંદિરે જવું અને ધર્મધ્યાન કરવું નવી પેઢીને પસંદ નથી. વડીલો આ બાબતને લઇને ખૂબ ચિંતિત હોય છે. ધર્મનો ફેલાવો કરતા લોકોમાં પણ આ ચિંતાનો વિષય બન્યો છે. આથી વડીલો અવનવા નુસખા અપનાવીને યુવાનોને ધર્મના માર્ગે વાળી રહ્યા છે. વિવિધ ધર્મસમુદાય પોતાની ફિલોસોફીને કારણે યુવાનોનું જીવન કેવી રીતે બદલાય તેવું સમજાવી રહ્યા છે, તેના સેમિનાર ગોઠવી રહ્યા છે.

જેમાં જીવન જીવવાની કળા, માઇન્ડ પાવર, યોગા, ફિટનેસ, બિઝનેસ સ્ટ્રેટેજીસ, એકાગ્રતા, યાદશક્તિ જેવા વિષયોનેથી યુવાનોને ધર્મ તરફ વાળવા પ્રયાસ થાય છે.

યંગસ્ટર્સને ધર્મમાં રસ નથી તેવું નથી, તેને ભગવાન અને ગ્રંથો પર શ્રદ્ધા છે, પરંતુ તેઓ દરેક વસ્તુ અંગે લોજીકલી વિચારે છે. જો તેમને પૂજાપાઠ કે મંત્ર બોલવાનો ફાયદો સમજાવાય તો તેઓ આવું રોજબરોજ કરતા થઈ જાય. આવી એક શિબિર શહેરના છેવાડે આવેલા અમિયાપુરસ્થિત તપોવન સંસ્કારપીઠમાં યોજાઈ છે. જેમાં વિદેશથી પણ મોટી સંખ્યામાં અભ્યાસ કરતા યુવાનો ભાગ લેવા માટે આવીને ધર્મજ્ઞાન મેળવે છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાન પર ડિઝાઇન કરાયેલી આ શિબિરમાં માઇન્ડ પાવર અને યાદશક્તિ પર વિશેષ ભાર મૂકાયો છે. તેમને માઇન્ડ પાવર વધારવાની પરંપરાગત રીત સમજાવાય છે.

ઇસ્કોન મંદિરમાં આખું વર્ષ યૂથ રિલેટેડ પ્રવૃત્તિઓ થાય છે. તેમાં ભગવદ્ ગીતાને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાની શીખ અપાય છે. યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોગ્રામનું યોજાય છે, જેમાં તેમને સંગીત, નૃત્ય અને અભિનયકળા પણ શિખવવામાં આવે છે.

આ જ પ્રકારના સેમિનાર આખું વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો અને કૃષ્ણપંથી મંદિરોમાં ચાલી રહ્યા છે. જેમાં અલગથી યૂથ વિંગ બનાવવામાં આવે છે. જે કાર્યક્રમોનું સંચાલન કરવાથી માંડીને તેને સફળ બનાવવા પ્રયત્નશીલ હોય છે. અહીંયાંથી મેળવેલા અનુભવનો તેઓ

પોતાની કરિયરમાં પણ ઉપયોગ કરીને સફળતાની સીડી ચઢી શકે છે. આ સાથે યુવાનોને કેટલીક સંસ્થાઓ દ્વારા યોગ, પ્રાણાયામ શિખવવામાં આવે છે.

આવા જ એક સેમિનારમાં જતી નિયતિ શાહ કહે છે કે, “સેમિનારથી મને જીવનમાં કેટલીક નવી બાબતો શીખવા મળી સાથે જ ધર્મ પ્રત્યેનો મારો અભિગમ બદલાઇ ગયો. પહેલાં કરતાં ધર્મ અને ભગવાન પ્રત્યે મારી આસ્થા આપોઆપ વધવા લાગી. ”

સેમિનારમાં ભાગ લેતા નીરજ વ્યાસ કહેે છે કે, “સેમિનારમાં મારા જેવા ઘણા યુવાનો આવે છે. જેઓ શરૃઆતમાં આ બધી વસ્તુઓ કરતા ખચકાય છે, પરંતુ બાદમાં આ તેમના જીવનનો એક ભાગ બની જાય છે  ને યોગા-પ્રાણાયામ વિના તેમને એક પણ દિવસ ચાલતું નથી.

કૃપા મહેતા

You might also like