ન્યૂયોર્કમાં યોગથી ઝગમગી ઉઠ્યું UN હેડક્વાર્ટર, દિલ્હીમાં પોસ્ટલ ટિકિટ લોન્ચ

ન્યૂયોર્ક: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના એક દિવસ પહેલાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર પર રોશનીના માધ્યમથી યોગ મુદ્રાનો એક ફોટો દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ દિલ્હીમાં પીએમ મોદીએ સૂર્ય નમસ્કાર પર પોસ્ટલ ટિકિટ જાહેર કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મંગળવારે બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મેજબાની કરનાર છે.

યોગ દિવસના રંગમાં રંગાયું યૂએનનું હેડક્વાર્ટર
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરૂદ્દીને ટ્વિટ કરી તેની જાણકારી આપી દીધી. તેમણે ટ્વિટ કરીને યૂએનમાં યોગ રોશન થઇ રહ્યો છે. યોગ દિવસને લઇને યૂએન હેડક્વાર્ટસ બિલ્ડિંગ, ન્યૂયોર્કમાં ખાસ કરીને યોગની મુદ્રાને પ્રચારિત કરવામાં આવી રહી છે. યૂએન હેડક્વાર્ટર બિલ્ડિંગની આ નવી પહેલાં એક છોકરીને ‘પર્વતાસન’ એટલે કે ઉંઘા ‘વી’ની મુદ્રામાં દર્શાવવામાં આવી છે. તેની નીચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ લખ્યું છે.

સદગુરૂ જગ્ગી વાસુદેવ શિખવાડશે યોગ
21 જૂનના રોજ અહીં યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહના આયોજનમાં યૂએન જનરલ એસેંબલીના અધ્યક્ષ મોરગેન્સ લૈક્તોફ્ત, અંડર સેક્રેટરી ક્રિસ્ટીના ગલાચ અને ઇશા ફાઉંડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક સદગુરૂ જગ્ગી વાસુદેવ સામેલ થશે. સદગુરૂ અહી યોગ સમારોહનું નેતૃત્વ પણ કરશે.

બ્રિટિશ સિંગર ગાશે સંસ્કૃત શ્લોક
સમારોહમાં બ્રિટનની મશહૂર સિંગર તાન્યા વેલ્સ સંસ્કૃત શ્લોકોની સંગીતમય પ્રસ્તૃત કરશે. સૈયદ અકબરૂદ્દીને જણાવ્યું હતું કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગનો અભ્યાસ એકદમ જરૂરી છે. આખી દુનિયા તેને માનવા લાગી છે. એટલા માટે યોગ દિવસને લઇને દરેક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સો દેશોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
તેમણે કહ્યું કે યૂએન સેક્રેટરિએટ સર્કલમાં નક્કી યોગ દિવસ સમારોહમાં સામેલ થવ અમાટે સોથી વધુ દેશોના પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. છેલ્લા દિવસે પણ રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. વિભિન્ન દેશના રાજદૂત આ અવસર પર યોગથી જોડાયેલા પોતાના અનુભવને શેર કરવાના છે કે કેવી રીતે તેમની જીંદગીમાં અસરકારી ફેરફાર આવ્યા.

સૂર્ય નમસ્કાર પર પોસ્ટલ ટિકિટ લોન્ચ
તો બીજી તરફ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે સૂર્ય નમસ્કારની વિભિન્ન મુદ્વાઓ પર પોસ્ટલ ટિકિટ લોંચ કરી. સૂર્ય નમસ્કારને સંપૂર્ણ વ્યાયામ ગણવામાં આવે છે. તેમાં સાય યોગાસનોને એકવારમાં કરવામાં આવે છે.

You might also like