આ યોગ પાર્ટનર્સ ઈન્સ્ટાગ્રામ પર મચાવે છે ધૂમ…

ગયા વર્ષના માર્ચ મહિનામાં અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિન સિટીમાં યોગ ફેસ્ટિવલ યોજાયો હતો, એમાં હેના જિપ્સી અને પાબ્લો ફ્રોસ્ટની પહેલી મુલાકાત થઈ હતી. યોગના આ મેળાવડામાં બંનેને એકબીજાની એક્રોબેટિક યોગની ક્ષમતાઓ માટે બહુ માન થયું અને પછી તો એકબીજાને મદદ કરવાના હેતુથી બંનેએ સાથે યોગની પ્રેક્ટિસ કરવી શરૂ કરી.

એક્રોયોગમાં તેમની દિલધડક પોઝિશન્સ અને બેલેન્સ જોઈને આશ્ચર્ય થાય છે. બંને સાથે જ પ્રેક્ટિસ કરે છે અને દર થોડાક વખતે તે ચેલેન્જિંગ અને અલ્પનીય કહેવાય એવા પોઝની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે.

પાબ્લોના પગ પર જે રીતે હેના બેલેન્સ જાળવીને સ્થિર પોઝ આપે છે એ અદ્ભુત છે, એના કારણે તેમના ફોલોઅર્સની સંખ્યામાં પણ જબરો ઉછાળો આવ્યો છે. મોટા ભાગે હેના જ પોતાના ઈન્સ્ગ્રામ પર તસવીરો પોસ્ટ કરતી હોવાથી હાલમાં તેના ૬,૮૦,૦૦૦થી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.

You might also like