યુનેસ્કોના પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં યોગનો સમાવેશ

નવી દિલ્હી: યુનેસ્કોના પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં ભારતની પ્રાચિન વિદ્યા યોગને સ્થાન મળ્યું છે. યોગને તુર્કી, ક્યુબા,અફઘાનિસ્તાન,કોરિયા અને ફિલિસ્તાન સહિત 24 દેશોએ યોગને આ યાદીમાં સામેલ કરવા અંગે સમર્થન આપ્યું છે. ભારતની આ પ્રાચિન વિદ્યા યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિયતા મળી રહી છે. અને ભારત સરકારની પહેલથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે.ત્યારે હવે યુનેસ્કોએ પણ યોગને તેની સાંસ્કૃતિક ઘરોહરમાં સામેલ કરી લીધું છે.

ગઈ કાલે આ અંગે જાહેરાત કરતાં યુનેસ્કોના ભારતના પ્રતિનિધિ રૂચિરા કાંબોજે જણાવ્યું કે અદીસ અબાબામાં યોજાયેલી યુનેસ્કોની ઈન્ટર ગવર્નમેન્ટલ કમિટીની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.યોગને આ યાદીમાં સામેલ કરવાની જાહેરાત બાદ કેન્દ્રીય પર્યટન પ્રધાન મહેશ શર્માએ ટિવટ કરી ખુશી વ્યકત કરી હતી. ભારત તરફથી યોગને આ યાદીમાં સામેલ કરવા માટે ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. યુનેસ્કોના જણાવ્યા અનુસાર અમૂર્ત સાંસ્કૃતિક ઘરોહરના દાયરામાં મૌખિક પરંપરા અને અભિવ્યકિત, પ્રદર્શન કલા, સામાજિક રીત રિવાજ ,ઉત્સવ,જ્ઞાન વગેરેને સમાવવામા આવે છે. કારણ યોગને રમતની વિદ્યા માનવામાં આવતી હતી. તેથી તેને આ યાદીમાં સામેલ થવાની તક મળી ન હતી. આ બાબતે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે પણ ખુશી વ્યકત કરી હતી.

http://sambhaavnews.com/

You might also like