યોગા કરીને નસકોરાની સમસ્યાથી મેળવો છુટકારો

728_90

ઘણા બધા લોકોને સૂતી વખતે નસકોરા બોલાવવાની ટેવ હોય છે. એના કારણે તમે બરોબર સૂઇ તો શકતાં નથી જ સાથે સાથે આજુબાજુ સૂતા લોકોની પણ ચિંતાનો સામનો કરવો પડે છે. ઘણી વખત તમારી આ ટેવ શરમમાં પણ મૂકી દે છે. જો તમે નસકોરાની ટેવ દૂર કરવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરી ચૂક્યા છો તો આજે અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાયો બતાવીએ છીએ, જેની મદદથી તમે નસકોરાની સમસ્યાથી બચી શકો છો.

1. યોગા કરવાથી શ્વાસનળી સારી રહે છે અને ફેફસાંમાં ઓક્સીજન પૂરતાં પ્રમાણમાં પહોંચે છે, જેનાથી નસકોરાં દૂર થાય છે.

2. નસકોરા આવવાની સમસ્યાનું એક કારણ મેદસ્વિતા પણ છે. એટલા માટે તમારા વજનને કંટ્રોલ કરો, કહેવામાં આવે છે કે ડાબી બાજુ પડખું ફરીને સૂવાથી નસકોરા ઓછા આવે છે.

3. રાતે સૂતાં પહેલા ગરમ પાણીનું સેવન કરો કારણ કે ગરમ પાણી પીવાથી ગળું ખુલી જાય છે.

4. નાક સાફ ન થવા પર અને સોજો હોવાને કારણે પણ નસકોરાની સમસ્યા રહે છે. એવામાં નાકની સમય સમય પર સફાઇ કરતાં રહો.

5. ધૂમ્રપાન કરનાર લોકોને નસકોરાની સમસ્યા વધારે રહે છે તો પોતાના સારા સ્વાસ્થ્ય અને નસકોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવાનું છોડી દો.

You might also like
728_90