પેટ અને જાંઘની ચરબી થશે રાતો રાત ગાયબ, આજે જ શરૂ કરો આ આસન…

બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોના કારણે આજે 10 માંથી 7 લોકો મોટાપાથી પીડાય છે. જેમાં વધારે લોકો પેટ અને આસ-પાસની વધારે ચર્બીના કારણે લોકો પરેશાન છે, કેમ કે આ તેમના લુકને ખરાબ કરી દે છે. જાણો આ આસન વિશે જેનાથી તમારા પેટ અને જાંઘની ચરબી દુર થશે.

આ આસન દરમ્યાન શરીરનો આકાર નાવડી જેવો હોય છે માટે આ આસનને નૌકાસન કહે છે. આ આસન શરીરને લચીલુ બનાવે છે, પેટ અને શરીરના નીચલા ભાગે જમા થયેલો ફેટ્સને ઘટાડે છે અને એબ્સની ટોનિંગ પણ કરે છે.

આવી રીતે કરો નૌકાસન
– આ આસનને કરવા માટે સૌથી પહેલા મેટ પર પીઠના બળે સીધા સુઈ જાઓ.
-શ્વાસ લેતા લેતા બંન્ને પગને ઉઠાવો અને પોતાના બંન્ને હાથોથી પગના પંજાને અડવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં તમને થોડી મુશ્કેલી થશે, પણ ધીરે ધીરે તમે આરામથી તેને કરવા લાગશો.
-ધ્યાન આપો આ સ્થિતિમાં તમારા શરીરનો અગ્રભાગ અને પગ બંન્ને ઉપરની તરફ હોવા જોઈએ.
– કેટલીક સેકન્ડ આ અવસ્થામાં રહો પછી શ્વાસ છોડતા છોડતા સુઈ જાઓ.
-કેટલીક સેકન્ડ બાદ આ પ્રક્રિયાને ફરીથી કરો.
-લગભગ 15 સેકન્ડના ગેપ પર આ પ્રક્રિયાને પાચ વખત કરો અને ધીરે ધીરે તેની સંખ્યા વધારવી, તેને વધુમાં વધુ 30 વાર કરી શકો છો.

આ આસનને કરવાથી તમારુ પાચનતંત્ર મજબુત થાય છે. સાથે જ તે પાચન સંબંધિત રોગ જેવા કબજિયાત, એસિડિટી, ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ થાય છે. શરૂઆતમાં આ આસનને કરવાથી કમરમાં થોડી પરેશાની થઈ શકે છે, પણ ધીરે ધીરે તમારી કમરને મજબુત બનાવે છે.

એ વાતનું ધ્યાન રહે કે તમને કરોડ રજ્જુની તકલીફ હોય કે બીપીના દર્દી હોવ તો આ આસનને ડોક્ટરની સલાહ લઈને તેને ટ્રાય કરવુ જોઈએ.

You might also like