ફેબ્રુઆરી મહિનામાં દુબઈમાં યોજાશે યોગ ફેસ્ટિવલ

યોગ-મેડિટેશન અને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રમોટ કરવા માટે દુબઈમાં આગામી ૧૯-૨૦ ફેબ્રુઆરીના રોજ યોગ દુબઈ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. આ ફેસ્ટિવલમાં યોગને લાઈફ-સ્ટાઈલના એક ભાગ તરીકે સ્વીકારવા પર ભાર મુકાશે, એટલું જ નહીં, એમાં ભાગ લેનારા લોકોને પોતાની ધારી લીધેલી શારીરિક અને માનસિક મર્યાદાઓને ઓળંગવાનું પ્રોત્સાહન પણ અપાશે.

આ યોગ -ફેસ્ટિવલમાં એકો યોગ, વિન્યાસ યોગ જેવા યોગ પ્રકારના કલાસ ઉપરાંત મેડિટેશન તથા હેલ્ધી ઈટિંગની વર્કશોપ પણ યોજાશે. એમાં યોગ શીખેલા, પહેલી વાર શીખતા, પ્રગ્નન્ટ સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો વગેરે માટે  અલગ-અલગ સેશન પણ રાખવામાં આવશે.

You might also like