કન્હૈયા કુમાર પર ફરી હુમલો, ફ્લાઇટ્માં એક વ્યક્તિએ ગળું દબાવવાનો કર્યો પ્રયત્ન

નવી દિલ્હી: જેએનયૂ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર પર ફ્લાઇટમાં હુમલાનો મામલો અલગ વળાંક લેતો જોવા મળી રહ્યો છે. મુંબઇ પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ મામલો હુમલાનો નહી પરંતુ ઝઘડાનો છે.

પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે કન્હૈયા બહારની સીટ પર હતો જ્યારે માનસ જ્યોતિ દેકા બારી તરફ બેસ્યો હતો. માનસ ટોયલેટ જઇ રહ્યો હતો અને આ દરમિયાન તેનો પગ કન્હૈયાના પગને લાગી ગયો. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો અને જેટ એરવેઝના ક્રૂએ સીઆઇએસએફને તેની જાણકારી આપી. સીઆઇએસએફે બંનેને પ્લેનમાંથી ઉતારી કાઢ્યા અને મુંબઇ પોલીસને તેની સૂચના આપી.

સૂત્રોએ એ પણ જણાવ્યું કે બંને પક્ષ એકબીજા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી રહ્યાં છે. પોલીસે આ મામલે જેટ એરવેઝનું નિવેદન લઇ તપાસ કરશે.

જેએનયૂ વિવાદમાં ફસાયેલા યૂનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારે રવિવારે સવારે ટ્વિટ કરીને જણાવ્યું હતુંક એ આ વખતે એરક્રાફ્ટમાં એક વ્યક્તિએ તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો છે.

સીઆઇએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે કન્હૈયાએ ફ્લાઇટમાં બોર્ડ જ કર્યું હતું અને તે સીટ પર બેસી રહ્યો હતો. બારીની બાજુવાળી સીટ પર બેસેલો વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો છે. ટોયલેટ જવાનું બહાનું કરી તે વ્યક્તિ ઉભો થયો અને કન્હૈયાનું ગળું દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સીઆઇએસએફે આરોપીને મુંબઇ પોલીસને હવાલે કરી દીધો છે.

કન્હૈયાએ જણાવ્યું કે આ ઘટના બાદ જેટ એરવેજના સ્ટાફે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની મનાઇ કરી દીધી. કન્હૈયાએ જેટ એરવેઝને હુમલો કરનાર અને હુમલાનો શિકાર થયેલા વ્યક્તિમાં કોઇ ફરક દેખાતો નથી. જો તમે ફરિયાદ કરશો, તો તમને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવશે.

કન્હૈયા પર હુમલાની ઘટના અને એક્શન ન લેવાના આરોપ બાદ જેટ એરવેજે નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સવારે મુંબઇથી પુણે જનાર જેટ એરવેજની ફ્લાઇટ 9W 618 યાત્રીઓની સુરક્ષાના કારણોથી મુંબઇ એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા. મુસાફરો અને ક્રૂની સુરક્ષા જેટ એરવેજની પ્રથમ પ્રાથમિકતા છે.

You might also like