Categories: World

ભારતમાં કોમવાદી અને ધ્રુવીકરણ કરતી તાકાત માથું ઊંચકી રહી છે: રાહુલ ગાંધી

વોશિંગ્ટન: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બે સપ્તાહની અમેરિકા યાત્રા શરૂ થઇ ગઇ છે. અમેરિકા પ્રવાસ પર ગયેલા રાહુલ ગાંધીએ બર્કલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું અને તેમણે ભારતની તાકાતની વાત કરતાં દેશના વિકાસને લઇને પોતાનું વિઝન રજૂ કર્યું હતું અને સાથે સાથે વર્તમાન સરકાર સામે નિશાન તાકયું હતું. ભાજપે રાજકીય સ્વાર્થ માટે કાશ્મીરને નુકસાન પહોંચાડયું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં કોમવાદી અને ધ્રુવીકરણ કરતી તાકાત માથું ઊંચકી રહી છે. એટલું જ નહીં નોટબંધી અને ઉતાવળે જીએસટી લાગુ કરવાથી દેશનું અર્થતંત્ર પાટા પરથી ઊતરી જવાનો ખતરો ઊભો થયો છે. પક્ષમાં વંશવાદ અંગેના એક સવાલનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ આમ જ ચાલી રહ્યો છે. તેમણે અખિલેશ યાદવ, સ્ટાલિનથી લઇને અભિષેક બચ્ચન સુધીનાં નામો ગણાવ્યાં હતાં.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશે ૭૦ વર્ષમાં જેટલી પ્રગતિ હાંસલ કરી છે, તેના વિકાસની ગતિને ભારતમાં માથું ઊંચકી રહેલા ધ્રુવીકરણ, નફરતનું રાજકારણ મંદ કરી શકે છે. રાહુલ જણાવ્યું હતું કે ઉદારવાદી પત્રકારોની હત્યા કરવામાં આવી રહી છે. દલિતો સાથે મારપીટ કરવામાં આવી રહી છે. મુસ્લિમો અને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. અહિંસાનો આઇડિયા આજે ખતરામાં છે. નફરત, રોષ, આક્રોશ અને હિંસા આપણને બરબાદ કરી શકે છે. ધ્રુવીકરણની રાજનીતિ ખતરનાક છે.

રાહુલે જણાવ્યું હતું કે મોદી મારા પણ વડા પ્રધાન છે. પીએમ મોદી મારાથી પણ સારા વકતા છે, પરંતુ ભાજપના નેતાઓની વાત તેઓ કયારેય સાંભળતા નથી. તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાનની જવાબદારી સ્વીકારવા તૈયાર છું, પરંતુ અમારા પક્ષમાં લોકશાહી છે અને પક્ષ કહેશે તો હું જવાબદારી સ્વીકારીશ. ભાજપના કેટલાક લોકો કોમ્પ્યુટર પર બેસીને મારી વિરુદ્ધ વાતો કરે છે અને કહે છે કે હું સ્ટુપિડ છું, હું આવો છું. જોકે તેમનો એજન્ડા જ આ છે.
આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડા અને ભારતીય રાષ્ટ્રીય પ્રવાસી કોંગ્રેસ (આઇએનઓસી)ના અમેરિકાના અધ્યક્ષ શુદ્ધસિંહે રાહુલ ગાંધીનું સાનફ્રાન્સિસ્કો એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બર્કલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં આ અગાઉ ૧૯૪૯માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ વ્યાખ્યાન આપ્યું હતું.

divyesh

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

9 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

9 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

10 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

10 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

10 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

10 hours ago