આ બેંકના ATMમાં નહીં પડે કાર્ડની જરૂર, ને નહીં પડે પિનની જરૂર, જાણો છે કઈ બેંક?

દેશમાં ટેકનોલોજી ઝડપથી વધી રહી છે. એવામાં હાઈટેક ટેક્નોલોજી સાથે જોડાતા યસ બેંકે એક અનોખી પહેલ કરી છે. ખાનગી ક્ષેત્રની યસ બેંકે ફિનટેક ક્ષેત્રની સ્ટાર્ટઅપ નિયરબાય ટેકનોલોજી સાથે કરાર કર્યો છે.

આ કરાર હેઠળ નિયરબાય ટેકનોલોજી યસ બેંકને એવું ATM બનાવી આપશે, જેમાં હવે કોઈપણ પ્રકારના કાર્ડ કે પિન નંબરની જરૂર નહીં પડે. ગ્રાહકો રિટેલરો પાસે પૈસા જમા કરાવી શકશે અને નીકાળી શકશે.

યસ બેંકની પેનિયરબાય મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ સ્માર્ટફોન પર પણ કરી શકાશે. જેમાં કોઈ રિટેલર ગ્રાહકો માટે એટીએમ બેંક શાખા તરીકે કામ કરશે અને રકમ જમા કરવા કે લેવાની સુવિધા આપશે. નિયરબાય ટેક દ્વારા આ સેવા પહેલા નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા માટે શરૂ કરવામાં આવી હતી.

You might also like