અમદાવાદમાં ફરી એકવાર કાળઝાળ ગરમી : યેલો એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં ફરી ગરમીનો પારો વધ્યો છે. આકાશમાંથી અગન જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે શહેરનું તાપમાન ફરી એક વખત 41 ડિગ્રીને પાર થઇ ગયું છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં હજી ગરમીનો પારો વધે તેવી શક્યતા છે. સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

છેલ્લાં દિવસોમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો. પરંતુ આજે ફરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ સમગ્ર મે મહિના દરમ્યાન ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગરમીનો પારો વધતા કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. લોકોને કામ સિવાય બહાર ન જવા દેવા અંગે આદેશ આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે લધુત્તમ તાપમાન 27થી 28 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય મહાનાગરોમાં પણ ગરમીનો પ્રકોપ હથાવત રહેશે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હથાવત રહેશે.

You might also like