‘યે હે મોહબ્બતે’ની અભિનેત્રીનું થયું નિધન, ભાવુક થયાં સિરિયલના અન્ય કલાકારો..

ટીવી શો ‘યે હે મોહબ્બતે’માં નીલૂનો કિરદારમાં નજર આવતી અભિનેત્રી નીરૂ અગ્રવાલનું નિધન થયું છે. શો સાથે જોડાયેલ નજીકના સૂત્રો દ્વારા મળતા એક અહેવાલ પ્રમાણે નીરૂ છેલ્લા 4 દિવસથી તાવથી પિડીત હતી. મંગળવારે સવારે બાથરૂમમાં લપસી પડી હતી. હોસ્પિટલ લઇ જતા પહેલા જ તેનું નિધન થઇ ગયું હતું.

આ સિરીયલના બીજા સ્ટારકાસ્ટોએ નીરૂના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નાની ઉંમરના નિધન થયું હોવાથી દિવ્યાંકા ઘણી દુઃખી થઇ છે. તેમણે સોશિયલ મીડિયા પર નીરૂ માટે ઇમોશનલ પોસ્ટ લખ્યું હતું. દિવ્યાંકાએ લખ્યું હતું કે જ્યારે તુ અચાનક ચાલી હઇ તો હું આપણી જૂની વાતોને યાદ કરી રહી છું.

તારી મનપસંદ ગોલ્ડ જ્વેલરી, તારા બે બાળકો વિશે. તે આગળ લખે છે, તારા અચાનક જવાથી મને અનુભૂતિ થઇ છે કે જિંદગી કેટલી નાની છે. ભગવાન તારા આત્માને શાંતિ આપે. દિવ્યાંકા સિવાય કરણ પટેલ અને એલી ગોનીએ પણ અભિનેત્રીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

ઉલ્લેખનીય છેકે ‘યે હે મોહબ્બતે’ સિરિયલમાં નીરૂ રમન અને ઇશિતાના ઘરમાં નોકરાનીનો કિરદાર નિભાવી રહી હતી. શરૂઆતથી જ નિરૂ આ સિરિયલનો એક ભાગ રહી હતી. નિરૂને બે દિકરા અને એક દિકરી છે.

divyesh

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

18 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

18 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

18 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

18 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

18 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

19 hours ago