કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદિયુપ્પાએ લીધા શપથ, કેન્દ્રીય પ્રધાનો રહ્યાં હાજર

છેલ્લા ત્રણ દિવસથી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. કર્ણાટક રાજ્યમાં ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં છે. આ શપથ ગ્રહણમાં કેન્દ્રના પ્રધાનો ઉપસ્થિત રહ્યાં છે. યેદિયુરપ્પાના શપથગ્રહણમાં કેન્દ્રીય પ્રધાનોમાં જે. પી. નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાં છે.

તેમજ બીજા કેન્દ્રીય પ્રધાનમાં અનંતકુમાર, પ્રધાન જાવડેકર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં છે. આમ કર્ણાટકમાં ફરી એકવાર યેદિયુરપ્પાની સરકાર બની છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સરકાર બનાવવાને લઇને ઘણો ડ્રામા જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે યેદિયુરપ્પાના શપથગ્રહણ અટકાવવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કર્ણાટક ભાજપને થોડા સમય માટે રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથગ્રહણ કાર્યક્રમને અટકાવવાનો ઇનકાર કરી દીધો હતો. ગત રાત્રી બાદ સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સુનાવણીમાં ભલે કોર્ટે શપથગ્રહણ અટકાવવાનો ઇનકાર કર્યો હોય પરંતુ તેની સાથે કોર્ટે ભાજપ પાસે ધારાસભ્યોની યાદી પણ માગી છે.

આ સાથે રાજ્યપાલને આપવામાં આવેલ સમર્થનનો પત્ર પણ માગ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં હવે 18મી એટલે કે શુક્રવારે સવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ મંગળવારે જ આવી ગયું હતું. પરંતુ ત્યારબાદથી અહી રાજકારણના સમીકરણ ઝડપથી બદલાઇ રહ્યાં છે.

You might also like