બહુમત પરીક્ષણ પહેલાં જ યેદિયુરપ્પા આપી શકે છે રાજીનામું: સૂત્ર

કર્ણાટક વિધાનસભામા બહુમત પરીક્ષણ પહેલા ધારાસભ્યોના સંખ્યાબળનો આંકડો સૌથી વધુ રસપ્રદ થતો જાય છે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ તરફથી કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગી શકે છે. સુપ્રીમ કોર્ટે પ્રોટેમ સ્પીકરના કેજી બોપૈયાની નિમણૂક આપતી અરજી ફગાવી દીધી છે.

આમ હવે એ નક્કી થઇ ગયું છે કે રાજ્યપાલ દ્વારા નિમણૂંક પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયાના નેતૃત્વમાં જ બહુમત પરીક્ષણ કરવામાં આવશે. જ્યારે સાવધાની માટે બહુમત પરીક્ષણ પહેલા કર્ણાટકના મેંગલોરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.

જો કે એક મળતા અહેવાલ મુજબ સૌથી મોટી ખબર આવી રહી છે કે બહુમત ન મળવાને લઇને યેદિયુરપ્પા રાજીનામું આપી શકે છે. એક ખાનગી ચેનલના જણાવ્યા મુજબ યેદિયુરપ્પા સદનમાં એક કલાકનું સંબોધન કરશે અને ત્યારબાદ રાજીનામું આપી શકે છે. આ અગાઉ યેદિયુરપ્પાએ રાજ્યપાલની સાથે મુલાકાતનો સમય માગ્યો છે.

You might also like