યેદિયુરપ્પાનું આજે ‘શક્તિ પરીક્ષણ’, કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો બેંગલુરૂ પહોંચ્યા

મુખ્યમંત્રી તરીકેના શપથ લેવાનો પોતાના વાયદો પુરો કરના બીએસ યેદિયુરપ્પાની આજે ફરી એકવાર અગ્નિ પરીક્ષા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ યેદિયુરપ્પાએ આજે સાંજે 4 વાગે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. સૂત્રોની જાણકારી મુજબ યેદિયુરપ્પા સૌથી પહેલા પાર્ટીની ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ તેઓ બહુમત પરીક્ષણ માટે વિધાનસભા પહોંચશે. ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પા સામે બહુમત માટે 7 ધારાસભ્યોને લઇને અગ્નિ પરીક્ષા છે. જો કે કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ વિધાનસભા ગૃહમાં પોતે બહુમત જીતી જશે તેવો દાવો કર્યો છે.

તો બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોથી ભરેલી બસ કર્ણાટકની સરહદમાં આવી પહોંચી છે. કોંગ્રેસ અને જેડીએસે પોતાના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી દીધા હતા.

જ્યાંથી તેઓ બેગલુરુ સુધી ફલાઇટમાં પહોંચ્યા. આજરોજ સવારે બંને પક્ષના ધારાસભ્યો બેગલુરૂ પહોંચ્યા ત્યારબાદ તેઓને બસ દ્વારા હોટલ હિલ્ટન લઇ જવામાં આવ્યા. કોંગ્રેસ-જેડીએસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે શક્તિ પરીક્ષણમાં જીત ગઠબંધનની થશે.

ઉલ્લેખનીય છે કે શક્તિ પરીક્ષણ પહેલા સુપ્રીમ કોર્ટમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક પર સુનાવણી કરવામાં આવશે. કોંગ્રેસ-જેડીએસ દ્વારા રાજ્યપાલના નિર્ણય વિરુધ્ધ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

You might also like