કર્ણાટકમાં યેદ્દિયુરપ્પા ફરી ભાજપનો ચહેરો બનશે

ભાજપની નેતાગીરી એવા નિર્ણય પર આવી છે કે કર્ણાટકમાં હવે બી.એસ.યેદ્દિયુરપ્પા જ ભાજપનો ચહેરો બનશે. યેદ્દિયુરપ્પા ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી મુક્ત થઈ ગયા છે ત્યારે ભાજપે તાજેતરમાં રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે વિધિવત્ તેમને કામગીરી સોંપી હતી, પરંતુ અનંતકુમાર, સદાનંદ ગૌડા અને ઈશ્વરિયાની ટીમે અવળી ચાલ ચાલી અને યેદ્દિયુરપ્પાને તેમના વિસ્તારમાં જ પછડાટ ખાવી પડી.

એ પછી યેદ્દિયુરપ્પા આ ત્રણેય નેતાઓની ફરિયાદ કરવા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને મળ્યા. યેદ્દિયુરપ્પાએ કહ્યું કે આ ત્રણેય નેતાઓને તેમણે જ તૈયાર કર્યા છે, પરંતુ આજે એ ત્રણેય નેતાઓ સાથે મળીને માત્ર તેમને એટલે યેદ્દિયુરપ્પાને જ નહીં તો કર્ણાટકમાંથી ભાજપને જ ખતમ કરવા તૈયાર થયા છે.

એ પછી કહેવાય છે કે મોદીએ અનંતકુમાર અને સદાનંદ ગૌડાને બંનેને એકી સાથે બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી કે હવે પછી કોઈ પણ ફરિયાદ મળશે તો તેઓએ પ્રધાનપદાં ગુમાવવાં પડશે.

You might also like