જાણો…..વાર્ષિક રાશિ ભવિષ્યફળ

મેષઃ વિ.સં. ૨૦૭૪ના નૂતન વર્ષમાં  મેષ રાશિના જાતકો માટે આરોગ્યમાં કંઇ ને કંઇ નાની નાની તકલીફો રહેવા પામે છે.

આર્થિક દૃષ્ટિએઃ આ વર્ષ દરમિયાન તમારી મહેનત અને યોગ્યતા પ્રમાણે આવક ઓછી રહેવાનો યોગ છે. તેમાંય ૨૬ આૅક્ટોબર સુધી વધુ પરેશાની રહેશે. બાદમાં થોડી રાહત મળશે. ૦૨ નવેમ્બરથી નાણાકીય સ્થિતિ સુધરતી દેખાશે. નવેમ્બર-ડિસેમ્બરમાં ભાગ્યનો સારો સાથ મળતા તમે વધુ સારું કામ કરી શકશો. નોકરિયાત વર્ગ માટે ૧૩ જાન્યુઆરી પછીનો સમય લાભકર્તા રહેશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી બંને મહિના નોકરી મળવાનો, બદલી, બઢતીના યોગ જણાય છે. સંતાનો પણ નોકરી કરતા થઇ જશે. જ્યારે માર્ચ મહિનો કોઇ મોટા ફેરફાર સૂચવતો નથી. મિલકતોના પ્રશ્નો ૮ માર્ચ સુધી ઉકેલી શકશો. એપ્રિલ મહિનો આવકની દૃષ્ટિએ ખૂબ જ લાભકર્તા રહેશે. દરેક વર્ગ માટે સારું કામ થવાના યોગ છે. ૧ મેથી ૧૪ મે કામ ધીમું પડશે. બાદમાં દરેક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થતી જાવા મળશે. નોકરિયાત વર્ગ માટે પણ આ સમય લાભ અપાવનારો છે. જૂન-જુલાઇ મહિનો પણ આવક અપાવનારો છે. જે જાતકોને નોકરીની જરૂર છે તેમને નોકરી મળશે. આૅગસ્ટ મહિનામાં તમારી મહેનત પ્રમાણે વળતર ઓછું મળશે, પરંતુ ૧૭ આૅગસ્ટ બાદ સારું વળતર મળતું થઇ જશે. સપ્ટેમ્બર મહિનો ખૂબ જ રાહત આપતો દેખાય છે. ૧૯ સપ્ટેમ્બર પહેલા બદલી+બઢતીના યોગ પણ દેખાય છે. આૅક્ટોબર મહિનો સારો રહેશે. નોકરિયાત વર્ગને પણ ૧૭ નવેમ્બર પછી બદલી, બઢતીના યોગ બનતા દેખાશે.

વૃષભઃ વિ.સં. ર૦૭૪ના નૂતન વર્ષમાં વર્ષના આરંભથી તમારું આરોગ્ય સારું જળવાઈ રહેશે. આૅકટોબરથી નાની પનોતી શરૂ થતા થોડો કષ્ટદાયક સમય જણાશે. હાર્ટની પીડાવાળા જાતકોએ સાવચેતી રાખવી.

આર્થિક દૃષ્ટિએ: વર્ષના આરંભમાં વૃષભ રાશિના જાતકો માટે સમય સારો રહેવાથી ધન મળવાનો સંપૂર્ણ યોગ છે. આ સમય દરમ્યાન ગ્રહોની પરિÂસ્થતિ અનુકૂળ રહેતા તમારા કામનું વળતર સારું મળતું રહેશે. સાથે સાથે ખર્ચના પણ વધુ યોગ બને છે. નવેમ્બરથી તમારા નાણાંનો ઉપયોગ કુટુંબના સભ્યો-જીવનસાથી પાછળ વધુ વપરાતા રહેશે. આ સમય ર૭ જાન્યુઆરી સુધી રહેશે. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનો ખૂબ જ લાભકર્તા સાબિત થશે. દરેક વર્ગ માટે સટ્ટાકીય કાર્યોમાં પણ નાણાકીય લાભનો યોગ જણાય છે. નોકરિયાત વર્ગને પણ બદલી, બઢતીના યોગ સારા બનતા જણાય છે. માર્ચ તથા એપ્રિલ મહિનો રાહતરૂપ સાબિત થતો દેખાય છે. અગાઉના રોકાયેલા નાણાં છૂટા થતા જાવા મળશે. નોકરી મળવાના પણ યોગ છે. મે મહિનામાં તકેદારી રાખવી પડશે. જા યોગ્ય આયોજન નહિ કરો તો નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ જવાનો યોગ છે. જૂન મહિનામાં તમારા કામોમાં વધુ તેજી આવતી જશે. તેથી આર્થિક Âસ્થતિ વધુ સારી દેખાશે. નોકરીમાં બદલી, બઢતી યોગ નથી. તેજ રીતે જુલાઈ મહિનો પણ તમારા માટે આર્થિક લાભ આપનારો દેખાય છે. આૅગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો નાણાકીય સદ્ધરતા આપતો મહિનો છે. આ મહિનામાં તમારા કાર્યો ખૂબ જ ઊંચાઈએ જતાં દેખાય છે. મોટી તકો મળવાનો યોગ પણ સારો છે.

મિથુનઃ વિ. સં. ર૦૭૪ના નૂતન વર્ષમાં વર્ષના આરંભમાં આરોગ્ય ખૂબ જ સારું રહેતું જાવા મળે છે. વર્ષના અંત ભાગે થોડી કાળજી રાખવી પડશે. કોઈ ગંભીર બીમારીના યોગ વર્ષ દરમિયાન નથી જણાતા.

આર્થિક દૃષ્ટિએઃ આ વર્ષ દરમિયાન થોડી તકેદારી રાખવી પડે તેમ છે. આ સમયગાળા દરમિયાન વધુ લોભ કે લાલચમાં રહ્યા તો મોટું નુકસાન ભોગવવું પડી શકે તેમ છે. ખોટા રોકાણ, દગો, ફટકો થવાના યોગ પણ આ વર્ષ દરમિયાન જાવા મળી શકે તેમ છે. જાન્યુઆરી સુધી સાચવવાનો સમય છે. જાન્યુઆરી મહિનો થોડી રાહત આપનારો જણાય છે. ધંધામાં પૂરતું કામ મળી રહેતા તમે નાણાકીય દૃષ્ટિએ મજબૂત થઈ શકશો. અગાઉના નાણાં છૂટા પણ મેળવી શકશો. બાદમાં ફેબ્રુઆરીની પહેલી તારીખથી ૧પ ફેબ્રુઆરી સુધી નાણાં ખર્ચાઈ જતાં જાવા મળશે. નોકરિયાત વર્ગ માટે ૧૩ ફેબ્રુઆરી પછીથી રાહત મળશે. માર્ચ મહિનામાં પણ છેતરામણી ન થાય તેનું ધ્યાન રાખી કામ કરવું પડશે. નોકરીમાં જાખમ ઊભું થઈ શકે છે. એપ્રિલ મહિનો મધ્યમ રીતે પસાર કરી શકશો. આયાત નિકાસના વ્યવસાયવાળા જાતકો માટે સમય લાભકર્તા રહેશે. મે મહિનો તમારા માટે ખૂબ જ સારા પરિણામ આપનારો રહેશે. આ સમય દરમિયાન નાણાકીય સ્થિતિ ખૂબ જ સારી રહેશે. નોકરીમાં બદલી-બઢતી જાવા મળશે. જૂન મહિનાના પ્રથમ ૧પ દિવસ ઉપર નીચે રહી શકે તેમ છે. બાદમાં રાહત દેખાશે. જ્યારે જુલાઈ મહિનો વધુ પરેશાની ઊભી કરતો દેખાય છે. કામ હશે તો નાણાંનો અભાવ રહેશે. ભાવમાં પણ વધઘટ થવાનો.

કર્કઃ વિ. સં. ર૦૭૪ના નૂતન વર્ષમાં આ વર્ષ થોડું પરેશાનીવાળું જણાય છે. આ વર્ષ દરમ્યાન ગોચરના ગ્રહો થોડી પરેશાની ઊભી કરે તેવું જણાય છે. રાહુ પણ કર્ક રાશિમાં હોવાથી તથા ચોથે ગુરૂ હોવાથી થોડી તકલીફો ઊભી થતી રહેશે.

આર્થિક દૃષ્ટિએઃ આ વર્ષ દરમ્યાન કામ મળતું રહેશે. પરંતુ તેનો કોઈ વધુ લાભ મળતો નથી. મજૂરી કરતાં હોવ તેવું લાગશે. ૧૬ નવેમ્બર સુધી તનાવ વધુ રહેતો જાવા મળે છે. જે જાતકો સટ્ટાકીય કાર્યો સાથે સંકળાયેલા છે તે જાતકો માટે ૧૬ જાન્યુઆરી સુધીમાં સારું કામ થઈ શકશે. બીજા વ્યવસાયવાળા જાતકો માટે ૧૬ ડિસેમ્બરથી ૧૪ માર્ચ  સુધીનો સમય થોડો કઠિન રહેતો દેખાય છે.

નાણાકીય તંગીમાં આવી શકશો. ૧૪ માર્ચ બાદ ભાગ્યનો સાથ મળતા તમે પાછા મજબૂત સ્થિતિમાં આવી શકશો. મે મહિનો તમને વધુ લાભ આપતો દેખાય છે. આ સમય દરમ્યાન અણધાર્યો ફાયદો મળતો જણાય છે. પરંતુ જૂન મહિનામાં યાત્રા, પ્રવાસ, મુસાફરી પાછળ પણ સારો એવો ખર્ચ થતો જાવા મળશે. જુલાઈ મહિનામાં પણ આવકનો પ્રવાહ જાળવી શકશો. નોકરિયાત વર્ગ માટે પણ આ સમય લાભદાયક રહેશે. બદલી, બઢતીના યોગ પણ વધુ સારા છે. જે જાતકો નોકરીની શોધમાં હશે તો તેમને પણ ૧૭ જુલાઈ સુધીમાં યોગ્યતા અનુસાર નોકરી મળવાનાં યોગ છે. સપ્ટેમ્બર મહિનો પણ લાભદાયક સાબિત થશે. મિલકતોના પ્રશ્નોનું નિરાકરણ આ મહિનામાં લાવી શકશો. આૅકટોબર મહિનો પણ સારા કામ આપતો જણાય છે. આમ વર્ષના મધ્ય ભાગ બાદ એકંદરે સ્થિતિ સુધરતી જણાય છે.

સિંહઃ વિ.સં.વત ર૦૭૪ના નૂતન વર્ષમાં વર્ષના આરંભે શનિની પનોતી તથા સમગ્ર વર્ષ દરમ્યાન બારમો રાહુ હેરાનગતિ આપનારો દેખાય છે. એની અસર ડિસેમ્બર-જાન્યુઆરી મહિના સુધી વધુ થતી રહેશે. વર્ષના અંત ભાગની નાની નાની તકલીફો તો રહેવાની જ છે. તમે થોડી કાળજી રાખશો તો નુકસાન ઓછું રહેશે.

આર્થિક દૃષ્ટિએઃ વર્ષનો આરંભનો સમય વધુ તકલીફો આપતો દેખાય છે. ૧૬ ડિસેમ્બર સુધી કામમાં કંઈને કંઈ તકલીફો આવતી દેખાય છે. જાન્યુઆરી મહિનામાં કામ મળતુ રહેશે પરંતુ નાણાં મળતા નથી દેખાતા. ઉઘરાણીઓ વધતી દેખાય છે. નોકરિયાત વર્ગને કોઈ પ્રશ્ન નથી ઉદ્‌ભવતો. ફેબ્રુઆરી મહિનામાં ભાગ્યનો સારો સાથ મળતા કામ પાછું મળતા આવક મળતી થઈ જશે.

કમીશન દલાલીના ધંધામાં સારું પરિણામ મળતુ દેખાય છે. માર્ચ મહિનામાં મિલકતોમાંથી નાણાં છૂટા કરી શકશો. ઉઘરાણી મળતી થતા તમે સદ્ધરતા મેળવી શકશો. સાથે સાથે આ મહિનામાં આકસ્મિક ખર્ચાના યોગ પણ વધુ આવતા દેખાય છે. એપ્રિલ મહિનામાં ભાગ્યનો પૂરતો સાથ મળતો જાવા મળે છે. જમીન, મકાન, બાંધકામના કામો સાથે સંકળાયેલા જાતકોને મોટા કામો મળવાનો યોગ છે. અ નોકરિયાત વર્ગ માટે પણ આ મહિનો સફળતા અપાવનારો છે.

મે મહિનો થોડી વધુ પરેશાની આપનારો દેખાય છે. જૂન, જુલાઈ મહિનામા જૂનની ૧પ તારીખ સુધીનો સમય સારો છે પછીના સમય દરમ્યાન કામમાં કોઈ પ્રગતિ થતી નથી દેખાતી. ખર્ચા વધુ રહેશે અને આવક ઓછી થતી જાવા મળશે. આૅગસ્ટ મહિનો શાંતિથી પસાર થશે. સપ્ટેમ્બર મહિનામાં તમે ઉત્સાહથી કામ કરતા થઈ જશો. આવક વધારવી હશે તો આ મહિનાથી વર્ષના અંત ભાગ સુધી વધારી શકશો.

કન્યાઃ વિ. સં. ર૦૭૪ના નૂતન વર્ષમાં  આ વર્ષ દરમ્યાન આરોગ્યની થોડી ચિંતાઓ રહેશે. ર૬ આૅકટોબરથી નાની પનોતી ચાલુ થઈ રહી હોવાથી નાની નાની શારીરિક તકલીફો રહેશે.

આર્થિક દૃષ્ટિએઃ કન્યા રાશિના જાતકો માટે આવનાર નવું વર્ષ લાભદાયક જતું જાવા મળે છે. આ વર્ષ દરમ્યાન તમારી મહેનત અને હોશિયારી પ્રમાણે વળતર મળતું રહે તેવા યોગ છે. વર્ષના નવેમ્બર મહિનાથી જ આવકનો પ્રવાહ સારા પ્રમાણમાં આવતો જાવા મળે છે. આ મહિનામાં મુસાફરીથી પણ લાભ મળતો જણાય છે. તો પછીના સમયમાં ખર્ચા વધુ રહેશે. જાન્યુઆરીની ૧૩ તારીખ સુધી થોડી તકલીફો રહેશે. નોકરિયાત વર્ગ માટે ૧૩ જાન્યુઆરી બાદનો સમયગાળો લાભદાયક રહેશે. ફેબ્રુઆરી મહિનો પણ પ્રગતિકારક રહેશે. ભાગીદારીની તકોનું સર્જન થઈ શકે છે. ફેબ્રુ., માર્ચ બંને મહિના સારા રહેશે. નોકરીમાં બદલી, બઢતી થઈ શકે છે. સટ્ટાકીય કાર્યોમાં પણ લાભ મેળવી શકાય. એપ્રિલ મહિનામાં થોડી કાળજી રાખવી પડશે. ભાગ્યના જારે કામ મળશે પરંતુ નાણાં ક્યાં ખર્ચાઈ જાય છે તેનું ધ્યાન જ નહિ રહે. મે મહિનો મધ્યમ રીતે પસાર થશે કોઈ ફેરફાર દેખાતા નથી. જૂન મહિનો થોડી પરેશાની ઊભી કરી શકે છે. આ સમયમાં કાર્યોમાં રૂકાવટ વધુ આવતી દેખાય છે. પૈસા ફસાઈ જાય. જુલાઈ, આૅગસ્ટ મહિનો પણ સારો પસાર થતો જાવા મળે છે. આ સમય દરમ્યાન ધંધામાં નવી તકોનું સર્જન થતાં કાર્યક્ષેત્રનું વિસ્તણ પણ કરી શકશો. સપ્ટેમ્બર અને આૅકટોબર મહિનો પણ સારું ફળ આપતો દેખાય છે. વર્ષના અંત ભાગ સુધીનો સમય સારો રહેશે. આવકનો પ્રશ્ન ઉદ્‌ભવતો નથી. જેથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેતી દેખાય છે.

તુલાઃ વિ. સં. ર૦૭૪ના નૂતન વર્ષમાં તુલા રાશિ માટે રાહતરૂપ દેખાય છે. ર૬ આૅકટોબરથી તમે શનિ મહારાજની પનોતીમાંથી મુક્ત થતા તનાવમુક્ત થઈ શકશો. વર્ષના આખરના દિવસોમાં નાણાંની તંગી રહેતા ડિપ્રેશનનો ભોગ બની જવાશે. માટે પહેલેથી આયોજન કરવું જરૂરી જણાય છે.

આર્થિક દૃષ્ટિએઃ આપના માટે નવું વર્ષ રાહતરૂપ દેખાય છે. ડિસેમ્બર મહિનામાં તમારો ધનાધિપતિ મંગળ સારો હોવાથી આવક વધતી જણાશે. પરંતુ જાન્યુઆરી મહિનામાં તમને થોડી ઘણી તકલીફો રહેશે. આવક તો મળતી રહેશે પરંતુ નાણાં ક્યાં ખર્ચાઈ જશે તેનું અનુમાન જ નહિ થઈ શકે. ફેબ્રુઆરી મહિનો ખૂબ જ લાભદાયક રહેશે. આ મહિનામાં દરેક વર્ગ માટે કામ થતું રહેવાથી નાણાં મળતાં રહેશે. રોકાયેલા નાણાં છૂટા થતા વધુ રાહત મળશે. તથા મિલકતોના પ્રશ્નોનું પણ સુખદ નિરાકરણ મળતાં નાણાં છૂટા કરી શકશે. શેરસટ્ટાકીય કાર્યોમાં ૧૩- ફેબ્રુઆરી પછી સાચવીને કામ કરવું. એપ્રિલ મહિનામાં ખોટા રોકાણો, માલ ભરાવો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. ૧૪ એપ્રિલ બાદ સુધારો થતાં આખરમાં રાહત રહેશે. મે મહિનો મધ્યમ ફળ આપતો દેખાય બંને મહિનામાં નોકરિયાત વર્ગને બદલી, બઢતીના યોગ છે. વિદેશ યોગ પ્રબળ જણાય છે. જૂન, જુલાઈ મહિનો નાણાકીય દૃષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપનારો દેખાય છે. નોકરિયાત વર્ગ માટે પણ આ મહિનો લાભદાયક સાબિત થતો દેખાય છે. આૅગસ્ટ, સપ્ટેમ્બર મધ્યમ ફળ આપશે. કામ વધુ રહેશે. પરંતુ નાણાં જાઈએ તેટલા મળતા નથી. ૧૭ આૅગસ્ટ બાદ રાહત મળશે.

વૃશ્ચિકઃ વિ. સં.  ર૦૭૪નાં નૂતન વર્ષમાં આપ અત્યારે પનોતીમાંથી પસાર થઈ રહ્યા છો તેથી તમે અસ્વસ્થ રહેતા દેખાવ છો. ર૬ આૅક્ટોબર બાદ શનિ ધન રાશિમાં જતા તમે રાહત મેળવતા થઈ જશો.

આર્થિક દૃષ્ટિએઃ આ વર્ષ રાહતરૂ૫ દેખાય છે. શરૂઆતનો થોડો સમય મધ્યમ રહેશે. ર૬ આૅક્ટોબર પછી રાહત મળતી દેખાય છે. આર્થિક લાભ મળતો જશે. નવેમ્બર મહિનામાં મુસાફરીથી આર્થિક લાભ થશે. ૧૬ ડિસેમ્બર બાદમાં વધારાના કામ મળતા વધુ આર્થિક લાભ મળતો જણાશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભાગ્યનો પૂરતો સાથ મળતો રહેવાથી કામમાં વૃદ્ધિ થતી જાવા મળશે. તમારી મહેનત અને યોગ્યતા પ્રમાણે નાણાકીય લાભ મળતો રહેશે. નોકરિયાત વર્ગ માટે નવા રસ્તા દેખાતા થશે. નોકરીમાં બદલી, બઢતીના યોગ પણ સારા રહેશે. સટ્ટાકીય કાર્યો કરતા જાતકોએ થોડી સાવધાની રાખવી પડશે.

૧૪ માર્ચ સુધી વ્યાપારી વર્ગે વધુ પડતુ રોકાણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. નાણાકીય તંગી પડવાના યોગ વધુ રહેલા જાવા મળે છે. એપ્રિલ મહિનો વધુ મહેનત કરવાનું સૂચવી જાય છે. મિલકતોનાં વ્યવસાયમાં રાહત દેખાશે. નોકરિયાત વર્ગ માટે રાહતરૂપ સમય છે. મે મહિનામાં ભાગ્યનો પ્રબળ સાથ મળતા નાણાકીય સ્થિતિ મજબૂત કરી શકશો. અગાઉના રોકાયેલા નાણાં પણ છૂટા થતા વધુ રાહત મેળવી શકશો. જૂન મહિનામાં જેમ ચાલે છે તેમ વ્યવસાય ચાલવા દેવો. કામ વધારવા જશો તો નુકસાન ઉઠાવવુ પડી શકે તેમ છે. જુલાઈ મહિનો પણ વધુ મહેનત કરાવશે તે નક્કી છે.

ધનઃ વિ. સંવત ર૦૭૪ના નૂતન વર્ષમાં આઠમો રાહુ તથા પનોતી અસરમાં હોવાથી તમારું આરોગ્ય નરમગરમ રહ્યા કરે તેવું જણાય છે. તેમાંય વર્ષના આરંભથી માનસિક તણાવ વધુ રહેશે. કોઈ શસ્ત્રક્રિયા કે વાઢકાપનો યોગ નથી. વર્ષના આખરના દિવસોમાં કોઈ મોટી તકલીફ નથી જણાતી.

આર્થિક દૃષ્ટિએઃ આ વર્ષ દરમ્યાન કેતુ ધન સ્થાનમાં હોવાથી આવક મળતી રહેવા છતાં બચત થતી જાવા મળતી નથી તેમાંય ૧૩ જાન્યુઆરી સુધી વધુ તકલીફો રહેશે. તે પછી થોડી ઘણી આવક વધારી શકવાથી શાંતિ મળતી જણાય છે. ૧૩ જાન્યુઆરી સુધી સાચવીને કામ કરવુ પડશે નોકરિયાત વર્ગ માટે પણ ૧૩ જાન્યુઆરી બાદ કામ થતુ જાવા મળશે. આખો ફેબ્રુઆરી મહિનો આવકની દૃષ્ટિએ સારો પસાર થતો જાવા મળશે. આવક વધતાં ફેબ્રુઆરી તથા માર્ચ બંને સારા રહેશે. આ બંને મહિનામાં દરેક ક્ષેત્રના જાતકોનું કામ પૂર જાશમાં ચાલતુ જાવા મળશે. નોકરિયાત વર્ગ પ્રોપર્ટી ડિલરો માટે પણ આ મહિનો સારું પરિણામ આપતો દેખાય છે. બાદમાં એપ્રિલ મહિનો ખરાબ પરિસ્થિતિ ઊભો કરતો જાવા મળે છે. જેની અસર મે-મહિના સુધી રહેશે. મે મહિનામાં નાના નાના કામો થશે તેથી રોજીંદા વ્યવહાર સચવાશે. નોકરિયાત વર્ગને પણ કોઈ ફાયદો મળતો નથી જણાતો. જૂન મહિના દરમ્યાન ફરીથી ભાગ્યનો સાથ મળતો રહેવાથી તમે આર્થિક સદ્ધરતા મેળવતા થઈ જશો. નાણા છૂટા થવાનો પણ સારો યોગ હોવાથી વધુ લાભ મેળવી શકશો. જુલાઈ મહિનામાં નાનામોટા પ્રશ્નો ઊભા થશે. સતેજ રહી કામ કરવુ પડશે.

મકરઃ વિ. સં. ૨૦૭૪ના નૂતન વર્ષમાં આ વર્ષ મકર રાશિના જાતકો માટે થોડી ઘણી હેરાનગતિ કરતું જાવા મળે છે. વર્ષના અંત ભાગ સુધી તમે આરોગ્યની દૃષ્ટિએ ચિંતાજનક સ્થિતિમાં રહેશો.

આર્થિક દૃષ્ટિએઃ આ જાતકો માટે આ વર્ષ આવક-જાવક બંને દૃષ્ટિએ સરખું દેખાય છે. તેમાંય વર્ષના આરંભથી ૧૨ આૅક્ટોબર સુધી આવક મળતી રહેશે, પરંતુ મહેનતનું કામ વધુ કરવું પડશે. નોકરિયાત વર્ગ માટે બદલી, બઢતીના યોગ પણ સારા બનતા જણાય છે. કદાચ ઘર કે વતનથી દૂર જવાનું થઇ શકે છે. નવેમ્બર મહિનાથી કામકાજમાં વધારો થતા આવક વધતી જણાય છે. ૨૭ નવેમ્બરથી વ્યવસાય કરતા જાતકો માટે ઉત્તમ સમય રહેશે. સટ્ટાકીય કાર્યો માટે પણ આ સમયગાળો લાભ અપાવશે. જાન્યુઆરીની ૧૫ તારીખ સુધી સમય વિપરીત દેખાય છે. બાદમાં થોડી રાહત મળશે. બાદમાં ૧ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી સમય કામધંધા વગરનો રહેશે. બાદમાં પરિÂસ્થતિ સુધરતી જાવા મળશે. માર્ચ મહિનો એકંદરે શાંતિથી પસાર થશે. નોકરિયાત વર્ગને પણ આ મહિનામાં કોઇ લાભ મળતો નથી દેખાતો. એપ્રિલ મહિનો આર્થિક પરિસ્થિતિ સુધારતો જાવા મળે છે તેમાંય મોજશોખના ધંધાર્થી મિત્રો માટે સમય વધુ અનુકૂળ રહેશે. નોકરિયાત વર્ગને લાભ મળતો જણાય છે. જેની સારી અસર ૧૪ મે સુધી જાવા મળે છે. ૧૪ મે બાદ પછી પરિÂસ્થતિ બગડતી દેખાય છે જે છેક ૩૦ જૂન સુધી રહેશે. જુલાઇ મહિનાથી ફરીથી કામ મળતું થઇ જવાથી નાણાં મળતા થઇ જશે. તેથી રાહત અનુભવી શકશો. આ કામ છેક ૩૦ આૅગસ્ટ સુધી મળશે. તમારી મહેનત અને યોગ્યતા અનુસાર કામ મેળવી નાણાં કમાઇ શકશો તે ૧૦૦ ટકા સત્ય સાબિત થશે. સપ્ટેમ્બરથી વર્ષના અંત ભાગ સુધી પરિÂસ્થતિ પાછી બગડતાં તમે નાણાકીય ભીડમાં આવતા દેખાવ છો.

કુંભઃ વિ. સં. ૨૦૭૪ના નૂતન વર્ષમાં કુંભ રાશિ માટે આ વર્ષ રાહત આપનારું જણાય છે. આ વર્ષ દરમિયાન થોડી કાળજી રાખશો તો કોઇ મોટો પ્રશ્ન ઉદ્‌ભવતો નથી દેખાતો.

આર્થિક દૃષ્ટિએઃ આ વર્ષ દરમિયાન કોઇ તકલીફો દેખાતી નથી. વર્ષના આરંભમાં થોડી તકલીફો પડતી દેખાય છે. તેમાંય ૨૦ આૅક્ટોબર સુધી વળતર ઓછું મળતા નાણાકીય તંગી રહેશે. ૨ નવેમ્બર બાદ તેમાંથી પણ મુક્ત થતા જણાશો. સારું કામ કરતા થઇ જશો. વધારાના કામ પણ કરતા થઇ જવાથી વધારાની આવક મળતી થઇ જશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સારી આવક આપતા રહેશે. દરેક વર્ગના જાતકોને પોતાની યોગ્યતા અનુસાર કામ મળતું રહેશે.

નોકરિયાત વર્ગ માટે બદલી, બઢતીના પ્રબળ યોગ બને છે. મિલકતો માટે પણ આ સમય લાભદાયક રહેશે. એપ્રિલ મહિનો પણ આવક વધારતો જાવા મળે છે. દલાલી-કમિશન-ટ્રેડિંગના ધંધામાં વધુ કામ થતું રહશે. મે, જૂન મહિનામાં કામ વધારવું હશે તો આ બે મહિનામાં વિસ્તરણ થઇ શકે છે. સાથેસાથે ધંધામાં નવી તકો પણ મળતી દેખાશે.

જેની સારી અસર જુલાઇ મહિના સુધી રહેશે. નોકરિયાત વર્ગ માટે પણ આ ત્રણ મહિના સારી તકોનું નિર્માણ કરતા જાવા મળે છે. આૅગસ્ટ મહિનામાં ભાગ્ય વધુ જાર કરતું જાવા મળે છે. કામ વધુ મળતું થઇ જશે. ઉઘરાણીઓ છૂટી થવાના પણ સારા યોગ છે. આયાત-નિકાસના વ્યવસાયમાં પણ આ મહિનો મોટા લાભ અપાવનારો રહેશે. કુંભ રાશિના જાતકો માટે આ સંપૂર્ણ વર્ષ નાણાકીય દૃષ્ટિએ મજબૂતી આપતું દેખાય છે.

મીનઃ વિ. સ. ૨૦૧૭ના નૂતન વર્ષ મીન રાશીના જાતકો માટે નાની નાની તકલીફો આપનારું દેખાય છે, પરંતુ કોઈ મોટી તકલીફો નથી દેખાતી. વર્ષના આખરના દિવસોમાં વધુ કાળજી રાખવી પડશે. તેમાંય ઓક્ટોબરના આરંભમાં હૃદયરોગ, બીપી, કેન્સર, ડાયાબિટીસથી પીડાતા જાતકોએ વધુ સાવધાની રાખવી પડશે.

આર્થિક દૃષ્ટિએઃ નૂતન વર્ષ ઉતાર ચડાવવાળું જણાય છે. આવક મળતી રહેશે, પરંતુ ક્યાં ખર્ચાઈ જશે તે સમજાતું નથી. કામ થતું રહેવાથી તમે રાહત મેળવી શકશો. નવેમ્બર મહિનામાં સારું કામ મળવાથી આવકનો પ્રવાહ આવતો રહેશે. જેની અસર જાન્યુઆરી મહિના સુધી રહેશે. ૧૭ જાન્યુઆરીથી કામમાં વધુ વૃદ્ધિ થશે. ભાગ્યનો પ્રબળ સાથ મળશે. પ્રોપર્ટીના વ્યવસાયમાં પણ સારો ફાયદો મળતો દેખાય છે. નોકરિયાત વર્ગ માટે પણ આ સમય લાભ અપાવનારો રહેશે. બદલી, બઢતીના યોગ પણ સારા દેખાય છે. ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં દરેક ક્ષેત્રને, જાતકોને તેમની ક્ષમતા અને યોગ્યતા અનુસાર કામ મળતું રહેવાથી નાણાકીય તંગી નથી દેખાતી. કામમાં વધારો કરવો  હશે તો આ મહિનો વધુ સારો રહેશે. એપ્રિલ મહિનામાં પણ નાણાકીય વળતર સારું રહેશે. અગાઉના રોકાયેલા નાણાં પણ આ મહિનામાં છૂટા થતા દેખાય છે. મોટા ઉત્પાદકો તથા ઉદ્યોગો, બાંધકામ સાથે સંકળાયેલા જાતકોને વધુ લાભ અપાવનારો આ સમય છે. મે મહિનો પણ સારો પસાર થતો દેખાય છે. જૂન, જુલાઈ મહિનો પણ આવક આપનારો દેખાય છે. નોકરિયાત વર્ગને પણ બદલી, બઢતીના યોગ છે. આૅગસ્ટ મહિનામાં ૧૭ તારીખ સુધી થોડી તકલીફો રહેશે. બાદમાં કામ મળતું થઈ જવાથી સપ્ટેમ્બરના આખર સુધી કોઈ તકલીફો દેખાતી નથી જેથી જેનો લાભ તમને વર્ષના આખરના દિવસો સુધી મળતો રહેવાથી આખુ વર્ષ તમે મજબૂત રહી શકશો.

આભાર – નિહારીકા રવિયા

You might also like