પોતાના જ બાળકના ‘અપહરણ’માં એક વર્ષની જેલની સજા થઈ શકે

નવી દિલ્હી: વૈવાહિક સંબંધોમાં તણાવનો સામનો કરી રહેલા કપલ્સે સતર્ક થવું જોઈઅે. પતિ કે પત્ની બેમાંથી એક પણ કોઈ અન્ય દેશમાં પોતાનાં બાળકનાં અપહરણમાં દોષી જણાશે તો તેને એક વર્ષની જેલની સજા થઈ શકે છે. અાવા અપહરણમાં મદદ કરનાર સંબંધીઅોને છ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.

લો કમિશને રજૂ કરેલા એક પ્રસ્તાવમાં ઇન્ટર-પેરેન્ટલ ચાઈલ્ડ ‘અપહરણ’ના દોષિતોને એક વર્ષની જેલની સજા થવી જોઈઅે. લો કમિશને સલાહ અાપી છે કે અાવા માતા-િપતા પ્રત્યે થોડું કૂણું વલણ અપનાવવું જોઈઅે. કેમ કે અાવા અપરાધ બાળક પ્રત્યે તેમના લગાવના કારણે થાય છે, બાળકને નુકસાન પહોંચાડવાના ઇરાદે નહીં. ભારતમાં અાવા અપરાધો અંગે કોઈપણ કાયદો નથી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે અાવા બાળકોને પરત લાવવા માટે ‘સિવિલ અાસપેક્સ અોફ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ એબડક્સન બિલ ૨૦૧૬’ તૈયાર કર્યું છે. અા બિલમાં બાળકોને ખોટી રીતે તેના માતા-િપતાથી દૂર કરવાં માટે સજાની જોગવાઈ નથી.

સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ બી. એસ. ચૌહાણની અધ્યક્ષતાવાળા કમિશનને લો મિનિસ્ટ્રીને એક રિપોર્ટ અાપ્યો છે અને ઇન્ટર કન્ટ્રી ચાઈલ્ડ રિમૂવલ અંગે ઘણાં સૂચનો અાપ્યાં છે. ૪૩ પાનાનાં અા રિપોર્ટમાં કહેવાયું છે કે હાલના બિલનું નામ પ્રોટેક્શન અોફ ચિલ્ડ્રન બિલ ૨૦૧૬ કરી નાખવું જોઈઅે. કમિશને અાવા અપરાધ અંગે એક વર્ષની સજાની વાત કરી છે. કમિશને કહ્યું કે બ્રિટનમાં અાવા અપરાધ ગુના માટે ચાઈલ્ડ અેબડક્શન એક્ટ ૧૯૮૪માં સાત વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે.

You might also like