ચાલુ નાણાકીય વર્ષમાં આવેલા ૬૦ ટકાથી વધુ IPOમાં પોઝિટિવ રિટર્ન

અમદાવાદ: શેરબજારમાં માર્ચ બાદ વિદેશી સંસ્થાગત રોકાણકારોની સાથેસાથે સ્થાનિક ફંડોની લેવાલીના પગલે તેજીની ચાલ જોવા મળી છે. સેકન્ડરી માર્કેટની પાછળ પ્રાઇમરી માર્કેટમાં પણ સુધારાની ચાલ નોંધાઇ છે. એપ્રિલ બાદ આવેલા મોટા ભાગના આઇપીઓમાં રોકાણકારને લિસ્ટિંગ ગેઇન થયો છે. માર્ચ બાદ આવેલા ૧૨થી વધુ આઇપીઓમાંથી આઠ આઇપીઓમાં રોકાણકારને હાલ પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે. ખાસ કરીને શંકરા બિલ્ડિંગના આઇપીઓમાં રોકાણકારને ૧૬૫ ટકા, જ્યારે સીડીએસએલના આઇપીઓમાં હાલ ૧૨૬ ટકા રિટર્ન છૂટી રહ્યું છે.

તો બીજી બાજુ એસ.ચાંદ એન્ડ કંપની, એરિસ લાઇફ સાયન્સ, જીટીપીએલ હેથવે અને એસઆઇએસ ઇન્ડિયાના શેર હાલ ઈસ્યૂ પ્રાઇસથી નીચે ટ્રેડિંગમાં જોવા મળ્યા છે. આઇપીઓ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષમાં ૩૦ હજાર કરોડથી વધુના આઇપીઓ આવવાની તૈયારીમાં છે, જેમાં પીએસયુ સહિત ઇન્સ્યોરન્સ સેક્ટરના પણ આઇપીઓ આવવાની તૈયારીમાં છે. રોકાણકારને નવા આઇપીઓમાંથી લિસ્ટિંગના દિવસે એવરેજ ૧૦થી ૧૫ ટકા રિટર્ન છૂટતું હોવાથી રોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો છે.

માર્ચ બાદ લિસ્ટિંગ IPOમાં હાલ જોવા મળતું રિટર્ન
કોચીન શીપયાર્ડ ૨૨.૮૦ ટકા
એસઆઈએસ (ઇન્ડિયા) – ૪.૭૧ ટકા
સલાસર ટેક્નો. ૧૦૭.૨૨ ટકા
એયુ ફાઈનાન્સ ૫૩.૯૨ ટકા
જીટીપીએલ હેથવે – ૨૨.૨૯ ટકા
સીડીએસએલ ૧૨૬.૮૫ ટકા
એરીસ લાઈફ સાયન્સ – ૩.૫૨ ટકા
તેજસ નેટવર્ક ૩૨.૬૭ ટકા
પીએસપી પ્રોજેક્ટ્સ ૫૭.૬૨ ટકા
હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ૪૦.૩૩ ટકા
એસ.ચાંદ એન્ડ કંપની – ૨૭.૭૭ ટકા
શંકરા બિલ્ડિંગ ૧૬૫.૯૦ ટકા

You might also like