યે હે મોહબતેમાં ટવિસ્ટસ, ઇશી મા છોડી રહી છે શો!

મુંબઇઃ લાખો લોકોની ફેવરેટ વહુ ઇશિતા ભલ્લા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠી જલ્દી શો છોડીને જઇ રહી છે. મળતી માહિતી મુજબ યે હે મોહબ્બતેમાં એક ટવિસ્ટ આવશે જેમાં ઇશિતા ભલ્લાની મોત થઇ જશે. આ વાતની પુષ્ટી  યે હે મોહબ્બતેના નિર્દેશક સંદિપ સિકંદ અને એક્તા કપૂરના એક વીડિયોમાં સામે આવી છે.

જો આવું થશે તો ઇશીમાના ચાહકોને એક જબરજસ્ત ઝટકો લાગશે. હાલ ટેલીવિઝનમાં ઇશીતા ખૂબ જ લોકપ્રિય વહુ તરીકે ઘર ઘરમાં જાણીતી થઇ ગઇ છે. તેની એક પોઝિટિવ ઇમેજ લોકોના દિલો દીમાગ પર છવાઇ છે. ત્યારે દર્શકોને દિવ્યાંકાની આ વિદાય વસમી પડી શકે છે.

જો કે થોડા સમય પહેલાં દિવ્યાંકાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સકારાત્મક રોલ કરીને કંટાળી ગઇ છે. તેથી તે હવે નેગેટિવ રોલ કરવા માંગે છે. તે આ રીતીની ભૂમિકા વેબ સીરીઝ કે પછી શોર્ટ ફિલ્મમાં કરવા માંગે છે.

http://sambhaavnews.com/

You might also like