વ્યક્તિના બગાસા પરથી ખ્યાલ આવે છે કે તે કેટલો બુદ્ધીશાળી છે

અમદાવાદ : જાહેર સ્થળો પર બગાસા ખાવા તે સારી બાબત નથી ગણાતી હોતી. સેલેબ્રિટી તો ખાસ કરીને ધ્યાન રાખે છે કે તેઓને કોઇ સમારંભમાં બગાસુ ના આવે. જો તેમની આ પ્રકારની કોઇ તસ્વીર સામે આવે છે તો તે ખુબ વાઇરલ પણ થાય છે અને સાથે સાથે મીડિયા અને આયોજકો બંન્નેનું ભોગ બનવું પડે છે.

દુનિયામાં કદાચ જ કોઇ વ્યક્તિ એવું હશે જે પોતાનું બગાસુ રોકી શકે. બગાસાને ઉંઘ અને આળસ અથવા તો અણગમા સાથે જોડવામાં આવે છે. પરંતુ હાલમાં જ થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે જેના અનુસાર બગાસા પરથી તમારી બુદ્ધીમતાનું સ્તર માપી શકાય છે. બગાસાનાં આધારે વ્યક્તિનાં વ્યક્તિત્વનો ખ્યાલ મળે છે.

અભ્યાસમાં કહેવાયું છે કે, તમે જેટલો લાંબો સમય મોઢુ ખુલ્લુ રાખીને બગાસુ ખાવ છો તમે તેટલા જ વધારે બુદ્ધીશાળી હોઇ શકો છો. વૈજ્ઞાનિકો જાનવરના ઇન્ટેલિજન્સને આની સાથે જોડીને જુએ છે કારણ કે તે સાબિત થઇ ચુક્યું છે કે જે જાનવરનું મગજ જેટલું મોટુ હોય છે તેટલુ જ મોટુ બગાસુ લે છે.

આ સંશોધન ન્યૂયોર્કની સ્ટેટ યુનિવર્સિટીએ કર્યું છે. તેના પરથી ખ્યાલ આવે છે કે મગજના વજન અને બહારનાં લેયરમાં રહેલા ન્યૂરોન્સની સંખ્યાના બેઝ પર તેવો અંદાજ લગાવી શકાય છે કે બગાસાની લંબાઇ કેટલી લાંબી હોય છે.

You might also like