હૈદરાબાદ બ્લાસ્ટ કેસમાં યાસીન ભટકલ સહીત 5 IM આતંકવાદી દોષીત

હૈદરાબાદ : આતંકના મુદ્દે પ્રતિબંધિત હિજ્બુલ મુજાહિદ્દીનનાં સભ્યોની પહેલીવાર દોષસિદ્ધિ હેઠળ ખાસ એનઆઇએ કોર્ટે અહીં મોહમ્મદ અહેમદ સિદ્દીબાપા ઉર્ફે યાસીન ભટકલ અને 4 અન્યને દિલસુખનગરમાં 21 ફેબ્રુઆરી, 2013માં થયેલ બેવડા બોમ્બ વિસ્ફોટમાં સંડોવણી માટે દોષીત ઠેરવ્યો હતો. આ વિસ્ફોટમાં 18 લોકોનાં મોત નિપજ્યા છે. આરોપીઓને 19 ડિસેમ્બરે સજા ફટકારવામાં આવશે.

ખાસ એનઆઇએ કોર્ટે ભટકલ અને અન્યને આઇપીસી, શસ્ત્ર અધિનિયમ, બિનકાયદેસર ગતિવિધિ નિરોધક અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ દોષીત ઠેરવ્યો હતો. ભટકલ ઉપરાંત ઉત્તરપ્રદેશનાં અસદુલ્લા અખ્તર, પાકિસ્તાનાં જિયા ઉર રહેમાન ઉર્ફે વકાસ, બિહારનાં તહેસીન અખ્તર અને મહારાષ્ટ્રનાં એઝાઝ શેખને દોષીત ઠેરવ્યા હતા. તમામ હાલ કસ્ટડીમાં છે. જો કે મુખ્ય કાવત્રાખોર રિયાઝ ભટકલ હજી પણ ફરાર છે.

એવું માનવામાં આવે છે કે તે કરાચીથી પોતાની ગતિવિધિઓ સંચાલીત કરે છે. હૂમલા સાથે જોડાયેલા કિસ્સામાં અંતિ દલિલો ગત્ત મહિને જ સમાપ્ત થઇ હતી. આ દરમિયાન 157 સાક્ષીઓને હાજર કરાયા હતા. કેસ ગત્ત વર્ષે 24 ઓગષ્ટે ચાલુ થયો હતો. પોતાનાં આરોપ પત્રમાં એનઆઇએનો દાવો હતો કે ઇન્ડિયન મુજાહિદ્દીને ભારત વિરુદ્ધ યુદ્ધ કરવાનું કાવત્રું રચ્યું હતું.

You might also like