પોતાની સરકાર હોવા છતા પણ બ્રેઇન ડેડ ગણાઉ છું : યશવંત સિન્હા

નવી દિલ્હી : પુર્વ કેન્દ્રીયનાણા મંત્રી અને ભાજપનાં નેતા યશવંત સિન્હાએ કેન્દ્ર સરકાર પર એકવાર ફરીથી નિશાન સાધ્યું છે. સિન્હાએ ભાજપની પાકિસ્તાન નીતિ અંગે સવાલ કરતા કહ્યું કે જેટલું આપણે આ નીતી પર ચાલવાનું છોડીશું, તેટલું ભારત માટે સારૂ રહેશે. સિન્હાએ કહ્યું કે ઘણા દુખ સાથે કહેવું પડે છે કે અમારી સરકારની પાકિસ્તાન અંગેની નીતી સંપુર્ણ રીતે નિષ્ફળ રહી છે. પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારે દ્વિપક્ષીય વાટાઘાટો આગળ નથી વધી રહી.પોતાનું દર્દ વ્યક્ત કરતા સિન્હાએ કહ્યું કે સરકાર માટે હું તે શ્રેણીમાં છું જેનું બ્રેન ડેડ થઇ ચુક્યું છે. મારી સ્થિતી એવી છે કે હું પોતાનું મંતવ્ય નથી આપી શકતો. પરંતુ મે સરકારની પાકિસ્તાન નીતીનો પહેલાથી જ વિરોધ કર્યો છે. કાશ્મીરમાં કાલે સીઆરપીએફની ગાડી પર થયેલા આતંકવાદી હૂમલા અંગે બોલતા તેમણે કહ્યું કે જો તે બાબત સાચી છે કે કાલે મરેલા બે આતંકવાદીઓ પાકિસ્તાની છે, તો તે સ્પષ્ટ છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલ યુદ્ધ જેવી પરિસ્થિતી છે.
એનએસજીમાં ભારતનું સભ્યપદનાં મુદ્દે પુછાયેલા એક સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે સરકારમાં બેઠેલા કેટલાક લોકો દ્વારા ભારત સરકારને સતત ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. જો ભારતને આજે એનએસજીનું સભ્યપદ મળે છે તો આપણે લુઝર કહેવાશું.આ આપણા માટે એક નુકસાન કહેવાશે, ના કે કોઇ લાભ. તેમણે કહ્યું કે હું માત્ર તેટલું જ કહેવા માંગુ છું કે ભારતને એનએસજીનાં સભ્યપદનો સ્વિકાર ન કરવો જોઇએ. એવી કોઇ જરૂરિયાત નથી કે એનએસજીનાં માટે આટલી મહેનત કરવી પડે.

You might also like