યશવંત સિન્હાનાં પીએમ મોદી પર પ્રહાર, કહ્યું,”હું ભીષ્મ છું, અર્થવ્યવસ્થાનું હું ચીરહરણ નહીં થવા દઉં”

ન્યૂ દિલ્હી: અર્થવ્યવસ્થા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં બુધવારનાં (4 ઓક્ટોમ્બર)નાં નિવેદનને લઇ એક વખત ફરીથી પૂર્વ નાણામંત્રી એટલે કે ભાજપનાં વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ મોદી પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાને લઇ નિવેદન આપતાં કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં ફરીથી સુધારો કરવામાં આવશે. મોદીએ આલોચકોની તુલના મહાભારતનાં શલ્ય સાથે કરી હતી કે જે કર્ણનો સારથી હતો. મોદીએ જણાવ્યું કે આવા લોકોને ઓળખવાની ખાસ જરૂર છે.

જેથી પીએમ મોદીનાં શલ્ય વાળા આ નિવેદનને લઇ યશવંત સિન્હાએ જવાબ આપતાં કહ્યું કે,”હું શલ્ય નથી, ભીષ્મ છું. ભીષ્મ તો ન હોતા બોલ્યા પરંતુ હું જરૂર બોલીશ અને હું કોઇ પણ કિંમત પર અર્થવ્યવસ્થાનું ચીરહરણ નહીં થવા દઉં”

યશવંત સિન્હાએ કહ્યું કે,”મહાભારતમાં દરેક પ્રકારનાં કેરેક્ટર્સ છે. શલ્ય પણ એમાનાં જ એક છે. શલ્ય કૌરવો તરફ કઇ રીતે જતો રહ્યો એ વાર્તા સૌને ખબર છે. જેમાં ભીષ્મ પર ગંભીર આરોપ કરવામાં આવ્યો હતો કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે તેઓ ચૂપ રહ્યાં હતાં. પરંતુ અહીં અર્થવ્યવસ્થાનું ચીરહરણ થશે તો હું જરૂરથી બોલીશ.”

યશવંત સિન્હાએ કહ્યું, ‘પીએમ મોદીએ પોતાના નિવેદનમાં મહાભારતના સર્જરીનો ઉલ્લેખ કર્યો. પરંતુ, હું ભીષ્મ છું અને કોઇ પણ કિંમત પર ઇકોનોમીનું ચીરહરણ નહીં થવા દઉં.’

You might also like