DMKના નેતાઅો સાથે યશવંત-શત્રુઘ્નની મુલાકાતઃ રાજકીય કવાયત તેજ બની

પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા અને ભાજપના અસંતુષ્ટ સાંસદ શત્રુઘ્ન સિંહાઅે તામિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ દ્રમુકના પ્રમુખ એમ. કરુણાનિ‌િધ અને પક્ષના ઉપપ્રમુખ એમ. કે. સ્ટા‌િલનની મુલાકાત લેતાં રાજકીય ક્ષેત્રમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક વહેતા થયા હતા.

ભાજપને સત્તા પરથી હટાવવા ગઠબંધન અંગે ચર્ચા થઈઃ સ્ટા‌લન

ભાજપને પરાજિત કરવા માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવવા અંગેના એક સવાલના જવાબમાં એમ.કે.સ્ટા‌િલને જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ભાજપને સત્તા પરથી હટાવવાનું છે. સ્ટા‌િલને યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે અમે ભાજપને હટાવવાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે એક ગઠબંધન બનાવવા અંગે ચર્ચા કરી હતી.

દ્રમુકના જણાવ્યા અનુસાર યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાઅે સ્ટા‌િલનના નિવાસે જઈને તેમની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રીય તેમજ તામિલનાડુની રાજકીય સ્થિતિ પર વિચાર-વિમર્શ કર્યો હતો, જોકે યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાઅે હજુ સુધી એમ. કે. સ્ટા‌િલન સાથેની પોતાની બેઠક અંગે વિગત અાપતું કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું હતું.

યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાની ડીએમકેના નેતાઅો સાથેની મુલાકાતના પગલે ભાજપમાં પણ હલચલ મચી ગઈ છે. તેમની અા મુલાકાતના પગલે હવે એવા જોરદાર તર્ક-વિતર્ક વહેતા થયા છે કે તમામ વિરોધ પક્ષ ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના પગપેસારાને દૂર રાખવા માટે ગઠબંધન કરશે.

You might also like