હવે યામી ગૌતમ નેગેટિવ રોલમાં જોવા મળશે

યામી ગૌતમ બોલિવૂડની સ્વીટ, ચાર્મિંગ અને ગર્લ નેક્સ્ટ ડોર તરીકે ઓળખાય છે, પરંતુ ખૂબ જલદી તે પોતાના તેવર બદલવા જઇ રહી છે. યામી ખૂબ જ જલદી પોતાના કૌશલ્યનું એક વધુ હુન્નર લોકો સમક્ષ લાવવાની છે. ફિલ્મ ‘સરકાર-૩’માં યામી નેગેટિવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ અંગે વાત કરતાં તે કહે છે કે મને આશા છે કે મારી આગામી ફિલ્મથી મારી સાથે જોડાયેલાં તમામ ટાઇટલ હટી જશે. આ રોલ સ્વીકારવા પાછળનો મારો હેતુ માત્ર એ જ હતો.

નેગેટિવ રોલ ઓફર થતાં પોતાને કેવી અનુભૂ‌િત થઇ તે અંગે વાત કરતાં યામી કહે છે કે જે સમયે મને આ રોલ માટે ઓફર કરવામાં આવી ત્યારે મારો સવાલ પણ એ જ હતો કે હું શા માટે? આ મુદ્દે કાસ્ટિંગ ડિરેક્ટરે કહ્યું કે અત્યાર સુધી બધાંએ મને એક સુંદર અને હેપી ગો લકી ટાઇપની છોકરી તરીકે જોઇ છે. હવે તેઓ ઇચ્છે છે કે મને જાણ થાય કે બંદૂક પકડીને ગોળી ચલાવવામાં કેવું લાગે છે? યામી તાજેતરમાં ઋત્વિક રોશન સાથે ફિલ્મ ‘કાબિલ’માં જોવા મળી હતી. આમાં તેણે એક અંંધ યુવતીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં યામીના કામના ખૂબ જ વખાણ થયાં હતાં.

http://sambhaavnews.com/

You might also like