હવે હું ‘કાબિલ’ બનીઃ યામી

યામી ગૌતમની ફિલ્મી સફર ખૂબ જ રોમાંચક રહી છે. યામીનું પારિવારિક બેકગ્રાઉન્ડ બિનફિલ્મી છે. તેની મહત્ત્વાકાંક્ષા આઇએએસ ઓફિસર બનવાની હતી, પરંતુ કિસ્મતે તેની કરિયર બોલિવૂડમાં બનાવી દીધી. સંજય ગુપ્તાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘કાબિલ’ યામીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં યામીનાં વખાણ પણ થયાં છે. યામી કહે છે કે હું આઇએએસ ઓફિસર બનવા ઇચ્છતી હતી. મોડલિંગ, ટીવી અને અભિનય કરતાં હું ફિલ્મોમાં પણ પ્રવેશી ગઇ. બાળપણમાં હું સ્ટેજ પર જતાં પણ ડરતી હતી. મારા શિક્ષકે એક વાર મારા પર દબાણ કરીને મને સ્ટેજ પર કવિતા વાંચવાનું કહ્યું. આત્મવિશ્વાસ સાથે હું સ્ટેજ પર તો ગઇ, પરંતુ સામે બેઠેલા લોકોને જોઇને હું કવિતા ભૂલી ગઇ. ગભરાઇને હું સ્ટેજ પરથી નીચે આવી ગઇ.

યામી કહે છે કે મારું ખાવા-પીવાનું અને ડ્રાઇવિંગ ખૂબ જ સ્લો હતું. ૧૮ વર્ષ પૂરાં થયા બાદ હું કાર ચલાવવાનું શીખી. મને કાર ચલાવતાં સારી રીતે આવડતાં એકથી બે વર્ષ લાગ્યાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી તો જાણ્યું કે અહીં લોકો દસ મિનિટની અંદર જ જમી લે છે. કેટલીક વાર તો જમતી વખતે જ ઇન્ટરવ્યૂ પણ આપવા પડે છે. ખાવાની સાથે-સાથે મેકઅપ અને હેરસ્ટાઇલનું કામ ચાલતું રહે છે. આ હુનર કલાકારમાં હોવું જ જોઇએ કે તે લંચની સાથે અન્ય વાતો પણ એડ્જસ્ટ કરી શકે. આ બે મારા અવગુણ હતા, જેમાં મેં કાબિલ થવાનો પ્રયાસ કર્યો. •
http://sambhaavnews.com/

You might also like