મહેનત બેકાર જતી નથીઃ યામી

વર્ષ ૨૦૧૨ની ફિલ્મ ‘વિકી ડોનર’થી કરિયરની સફળ શરૂઆત કરનારી યામી ગૌતમને જોઇએ તેવી સફળતા ભલે ન મળી શકી હોય, પરંતુ તેણે અભિનયક્ષમતા સાબિત કરી દીધી છે. પોતાના પ્રશંસકોની નિરાશા દૂર કરતાં તેણે ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘બદલાપુર’માં વરુણ ધવનની પત્નીના નાનકડા પાત્રમાં સશક્ત અભિનય દ્વારા સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે, પરંતુ યામીના રસ્તાના કાંટા હજુ દૂર થયા નથી. મુંબઇમાં તેને હજુ સારી ફિલ્મોની ઓફર ન મળતાં તેણે ખુદને દક્ષિણમાં બિઝી કરી દીધી હતી. રાકેશ રોશન અને સંજય ગુપ્તા તરફથી તેને ‘કાબિલ’ની ઓફર મળી. કાબિલમાં અંધ યુવતીનું પાત્ર ભજવીને તેણે ખૂબ પ્રશંસા મેળવી. લવસ્ટોરી પર આધારિત આ ફિલ્મ દ્વારા પહેલી વાર સિલ્વર સ્ક્રીન પર યામી અને ઋત્વિકની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી અત્યંત શાનદાર હતી.

જે મોટા નિર્માતા યામીથી દૂર રહેતા હતા તે ‘કાબિલ’ બાદ તેની નજીક આવ્યા. યામીને રામગોપાલ વર્માની ‘સરકાર-૩’માં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો. ‘સરકાર-૩’માં રફટફ પાત્રથી તેણે સૌને ચોંકાવી દીધા. યામી કહે છે કે મેં વિચારી રાખ્યું છે કે મારે ક્યાં પહોંચવું છે અને કેવા પ્રકારની ફિલ્મો તેમજ રોલ કરવા છે. મારું અંતિમ લક્ષ્ય શું છે તે પણ મને ખ્યાલ છે, પરંતુ જરૂરી નથી કે હું જે ઇચ્છતી હોઉં તે મને તરત જ મળી જાય. દરેક વસ્તુને સમય તો આપવો જ પડે છે. સારી વસ્તુની ચાહત માટે થોડી રાહ પણ જોવી પડે છે, પરંતુ તમે જે મહેનત કરો છો તે ક્યારેય બેકાર જતી નથી. તમે એક જ જગ્યાએ વળગેલાં રહેશો તો તમને તેનું ફળ જરૂરથી મળશે. •
http://sambhaavnews.com/

You might also like