પોતાની જાત પર વિશ્વાસ રાખું છુંઃ યામી ગૌતમ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે કન્નડ, તામિલ, તેલુગુ, મલયાલમ અને પંજાબી ફિલ્મો કરી છે, પરંતુ હાલમાં તે માત્ર હિંદી પર જ ધ્યાન અાપવા ઇચ્છે છે. યામી ગૌતમ હિમાચલ પ્રદેશથી અાવે છે. તેને જોઈને ઘણી બધી ત્યાંની છોકરીઅો અા દિશામાં કરિયર બનાવવા ઇચ્છે છે. યામી કહે છે કે અા જગ્યાઅે કરિયર બનાવવી સારી બાબત તો છે જ, પરંતુ પહેલાં તમને ખ્યાલ હોવો જોઈઅે કે તમે અા ક્ષેત્રમાં શા માટે અાવી રહ્યાં છો. અહીં ખૂબ જ મહેનત-સંઘર્ષ હોય છે, પરંતુ સૌથી પહેલાં પોતાની જાત પર વિશ્વાસ કરતાં શીખવું પડે છે. કન્ફ્યૂઝ થયે ચાલતું નથી. હું કાયદાનો અભ્યાસ કરી રહી હતી, પરંતુ અભિનયને કરિયર બનાવવાનું વિચાર્યું ત્યાર પછી બીજું કાંઈ વિચાર્યું નથી. ઘણા બધા ટેસ્ટ પણ હોય છે. ઘણી વાર તમને લાગે છે કે બધું ઠીક થઈ રહ્યું નથી, પરંતુ તમારે તૂટવાની જરૂર નથી, જે થશે તે સારું જ થશે.

યામી પોતાના અનુભવ વિશે જણાવતાં કહે છે જ્યારે હું ટીવીમાંથી ફિલ્મો તરફ અાગળ વધી રહી હતી ત્યારે એક મોટી બ્રાન્ડ માટે શૂટિંગ કરી રહી હતી. અમે છ છોકરીઅો પસંદ થઈ. મારા શૂટિંગનો નંબર અાવ્યો અને તેમણે શૂટિંગ રોકી દીધું તથા કહ્યું કે હવે કાલે કરીશું. મારી જગ્યાઅે તેમણે બીજી છોકરી પસંદ કરી અને મને કહ્યું કે તમારો ચહેરો કંઈ ખાસ નથી. હું ખૂબ જ દુઃખી થઈ રડી, પરંતુ ત્યારબાદ મને એનાં કરતાં પણ મોટી બ્રાન્ડ મળી. અા ઘટના બાદ મારી સાથે કંઈક ખરાબ થાય છે, તેની પાછળ કાંઈક સારું થાય તેવું અનુભવ્યું. •

You might also like