લોન્ચ થઈ Yamaha FZ 25 મોટરબાઇક, જાણો કેવી છે બીજી બાઇક કરતાં અલગ

નવી દિલ્લી: ઘણી રાહ જોયા પછી યામાહા ઇન્ડિયાએ આખરે પોતાની નવી બાઇક યામાહા એફ ઝેડ 25ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 1.19 લાખ રૂપિયા છે. આ લોન્ચ સાથે જ યામાહા 200-250સીસીના સેગ્મેન્ટની ગાડિયોને જોરદાર ટક્કર આપશે. આ તક પર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવુડ સ્ટાર જોન અબ્રાહમ પણ હાજર હતા.

જાણો આ બાઇકની ખાસિયતો:
એન્જિન: નવી યામાહા એફ ઝેડ 25માં 249 સીસીનું એર કુલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, સિંગલ સિલિન્ડર એન્જિન છે જે 20.9પીએસનું પીક ઓવર અને 20એનએમનું પીક ટોર્ક જનરેટ કરશે. સાથે જ બાઇક ફાઇવ-સ્પીડ ટ્રાન્સમિશન સાથે આવશે. કંપનીનો દાવો હતો કે બાઇક 43એએમપીએલની માઇલેજ આપશે.

ડાયમેન્શન: આ બાઇક 160એમએમના ગ્રાઉન્ડ ક્લીયરન્સ સાથે આવશે. એટલા માટે તેને ખરબચડા રોડ પર પણ સહેલાઇથી ચલાવવી શકાય છે.

સસ્પેન્શન: નવી યામાહા એફએઝ 25ના ફ્રન્ટમાં ટેલીસ્કોપિક ફ્રન્ટ ડિસ્ક છે અને તના રિયરમાં સ્વિનગ્રામ ડિસ્ક છે.

ફિચર્સ: બાઇકમાં એલઈડી હેડલાઇટ, એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ અને એક મડગાર્ડ છે જે સ્વિનગ્રામ અને વ્હીલ સાથે મૂવ થશે. પરંતુ બીજી તરફ આ બાઇકમાં એબીએસ ઓપ્શનની જેમ પણ નથી આપવામાં આવ્યું.

કોમ્પિટીશન: બજારમાં ઉતર્યા પછી યામાહાની આ ગાડીની ટક્કરમાં ટીવીએસ અપાચે આરટીઆર 200 અને કેટીએમ ડ્યુક 200 સાથે થશે.

You might also like