5 ઓગસ્ટે બંધ થઇ જશે જૂનું Yahoo Messenger

નવી દિલ્હી: Yahooએ પોતાના 18 વર્ષ જૂની મેસેન્જર એપને 5 ઓગસ્ટના રોજ બંધ કરવાની જાહેરાત કરી છે. એક સમયે દુનિયાભરમાં પ્રખ્યાત આ ઇન્સ્ટંટ મેસેજિંગનું જૂનું વર્જન 5 ઓગસ્ટ બાદ જોવા મળશે નહી.

કંપનીના ચીફ આર્કિટેક્ટ એમ્ટોઝ માઇમોનના અનુસાર તેમણે પહેલાંથી જ પોતાના બિઝનેસના કેટલાક ભાગોમાં ફોકસ કરવાનું શરૂ કરી દીધું છે. તેમાં મેલ, સર્ચ, ટંબ્લર, ન્યૂઝ, સ્પોર્ટ્સ, ફાઇનાંસ અને લાઇફ સ્ટાઇલ જેવી સર્વિસિઝ સામેલ છે.

અત્ર ઉલ્લેખનીય છે કે યાહૂ મેસેન્જર 1998માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારે તેનું નામ Yahoo Pager હતું. ગત વર્ષે ડિસેમ્બરમં કંપનીએ મેસેન્જર એપનું વર્જન લોન્ચ કર્યું છે. હાલમાં કંપનીની નવી મેસેન્જર એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે.

કંપનીએ યૂજર્સને 5 ઓગસ્ટ પહેલાં જૂના મેસેન્જરને અપડેટ કરવા માટે કહ્યું છે, ત્યારબાદ જૂના મેસેન્જરના ચેટ્સ એક્સેસ કરી શકાશે નહી. આ ઉપરાંત 1 સપ્ટેમ્બરથી તેની વિજીટ અને પર્સનાઇજેશન સર્વિસ Yahoo Recommends પણ બંધ થઇ જશે.

You might also like