27 એપ્રિલના રોજ થશે Redmi Note 3નો ફ્લેશ સેલ

નવી દિલ્હી: તાજેતરમાં જ શાઓમીએ બજેટ સ્માર્ટફોન Redmi Note 3 લોન્ચ કર્યો છે. આ ફોનની શરૂઆતી કિંમત 9,999 રૂપિયા છે અને તેના સ્પિસિફિકેશન સારા છે. જો કે લોકોને તેને ખરીદવામાં હાલ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કંપનીએ તેના માટે 27 એપ્રિલના રોજ 2 વાગે ફ્લેશ સેલ આયોજિત કરવાની જાહેરાત કરી છે. એટલે કે જો તેને ખરીદવા ઇચ્છો છો તો તમે પહેલાંની માફક લાંબો સમય રાહ જોવી નહી પડે. કંપનીની વેબસાઇટ Mi.cm/in પરથી તેને ફ્લેશ સેલના માધ્યમથી ખરીદી શકાય છે. તેના માટે તમારે રજિસ્ટ્રેશન કરવાની પણ જરૂરિયાત નથી.


આ ફોન બે રેમ અને ઇન્ટરનલ મેમરી વેરિએન્ટ છે. 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરીવાળા વેરિએન્ટની કિંમત 9,999 રૂપિયા છે, જ્યારે 3GB રેમ અને 32GB ઇન્બિલ્ટ મેમરીવાળાની કિંમત 11,999 રૂપિયા છે. જો કે બંનેમાં માઈક્રો એસડી કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેને તમે 32GB સુધી મેમરી વધારી શકો છો.

5.5 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે અને ફિંગરપ્રિંટ સ્કેનરથી સજ્જ આ ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 650 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે તેમાં 16 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.

You might also like