19 જાન્યુઆરીએ લોન્ચ થશે Xiaomi Redmi Note 4, માત્ર ફ્લિપકાર્ટ પર થઈ શકે છે ઉપલબ્ધ

ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન રેડમી નોટ 4 લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ 19 જાન્યુઆરીએ એક ઇવેન્ટ રાખ્યો છે, જેમાં રેડમી નોટ 4ને લોન્ચ કરવામાં આવશે. આ વચ્ચે ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે સતત ટ્વીટ કરીને સંકેત આપ્યો છે કે આ સ્માર્ટફોન માત્ર તેમની જ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ફ્લિપકાર્ટે શાઓમી રેડમી નોટ 4ની તરફ ધ્યાન ખેચવા માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો સાથ લેવામાં આવ્યો છે. રેડમી નોટ 4ને ઓલરાઉન્ડર બતાવતા આ કંપનીએ ટ્વીટ કર્યું છે, જેના પર રવિન્દ્ર જાડેજાએ જવાબ આપ્યો હતો. હકીકતમાં આ કંપની સ્માર્ટફો માટે #AllRounderOnFlipkart હેશટેગ વાપરીને ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર સાથે જોડી રહી છે. ફ્લિપકાર્ટે આ ડિવાઇસની ડિઝાઈન અને પર્ફોર્મન્સને લઈને વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શાઓમીએ આ સ્માર્ટફોનને ચીનમાં ગયા ઓક્ટોબરમાં લોન્ચ કર્યો હતો. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 5.5 ઇંચનો ફૂલ એચડી ડિસ્પેલ છે. 2.1 ગીગાહર્ડ્ઝ ડેકોકોર મીડિયાટેક હીલિયો એક્સ20 સાથે આમાં 2 અથવા 3 જીબી રેમ લાગેલી છે. ઇન્ટરનલ મેમરી 16 અથવા 32 જીબી હશે અને માઇક્રોએસડી કાર્ડ પણ લગાડવામાં આવી શકશે.

You might also like