આજે ભારતમાં લોન્ચ થશે શાઓમીનો ધાંસૂ ફોન રેડમી 4

ચીનની શાઓમીને ઓળખની જરૂર નથી. શાઓમી પોતાના સસ્તા અને દમદાર સ્માર્ટફોનનું ભારતમાં માર્કેટ જમાવી ચૂક્યું છે. હાલમાં જ રેડમી 3એસ ભારતમાં સૌથી વધારે વેચાઇ રહેલો સ્માર્ટ ફોન છે. ત્યારે તે જ કડીમાં શાઓમી પોતાના અન્ય એક દમદાર અને સસ્તા ફોન રેડમી 4ને નવી દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં રજૂ કરવા જઇ રહ્યાં છે. ફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો રેમી 4માં 5 ઇંચની કુલ એચડી ડિસ્પ્લે, ઓક્ટાકોર ક્વોલકોમ સ્પેનડ્રેગન 430 પ્રોસેસર, 2 જીબી રેમ, 16 જીબી સ્ટોરે, 13 મેગાપિક્સલનો રેયર, અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો છે. ફોનને પાવર આપવા માટે 4100 એમએએચની બેટરી આપવામાં આવી છે. રેડમીની કિંમત 699 યુઆન એટલે 6900 રૂપિયા છે.

રેડમી 4 સાથે કંપની રેડમી 4 પ્રાઇમ પણ રજૂ કરી શકે છે. રેડમી 4 પ્રાઇમની સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે. ફોનમાં 2 ગીગાહટ્સનો ઓક્ટાકોર ક્વોકોમ સ્પેનડ્રેગવ પ્રોસેસર છે. રેડમી-4 પ્રાઇમ 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજથી લેસ છે. સ્માર્ટ ફોનના બાકી ફીચર રેડમી 4 સમાન છે. બંને સ્માર્ટફોન એન્ડ્રોયડ માર્શમેલો 6.0 પર આધારિત એમઆઇયૂઆઇ 8 પર કામ કરે છે. ફોનનું વેચાણ એક્સક્લૂસિલ રીતે એમેઝોન પર થશે. રેડમી 4 પ્રાઇમની કિંમત 899 યુઆન એટલે કે 8900 રૂપિયા હશે.

http://sambhaavnews.com/

You might also like