શાઓમી લઇને આવ્યો રહ્યો છે અલ્ટ્રા સ્લિમ સ્માર્ટફોન

નવી દિલ્હી: શાઓમીના સીઇઓએ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ વીબો પર કંપનીના આગામી 6.44 ઇંચના સ્માર્ટફોનની હાઇલાઇટ્સ શેર કરી છે. તેમાં આ ફોન એકદમ સ્લિમ દેખાઇ રહ્યો છે. આ પહેલાં તેનો ફોટો લીક થયો હતો તેમાં આ નવા ફ્લેગશિપ Mi 5 જેવો દેખાઇ રહ્યો છે.

રિપોર્ટ અહેવાલ અનુસાર તેમાં 3D ગ્લાસ પણ આપવામાં આવશે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ આ ફોનને બેંચમાર્ક વેબસાઇટ TENAA પર જોવા મળ્યો હતો. તેમાં Redmi Note 3ની માફક ફિંગરપ્રિંત સ્કેનર આપવામાં આવ્યું છે.

લીક સમાચારો અનુસાર તેમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 650ની સાથે 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી હશે. તેના બીજા વેરિએન્ટમાં 3GB રેમની સાથે 32GB ઇન્ટરનલ સ્ટોરેજ હોવાની આશા છે. આ ઉપરાંત તેમાં 16 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો હોવાના પણ સમાચાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કંપની પોતાના નવા મોબાઇલ ઓએસ MIUI 8 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સાથે જ 10 મેના રોજ મોટી સ્ક્રીનવાળો સ્માર્ટફોન Mi Max પણ લોન્ચ કરી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપની હાલમાં સેકન્ડ જનરેશન Mi Band પણ લોન્ચ કરશે. જોવાનું એ રહેશે કે શાઓમીનો મોટી સ્ક્રીનવાળો સ્માર્ટફોન લોકોને કેટલો પસંદ આવ્યો છે.

You might also like