શાઓમીએ લોન્ચ કરી સ્માર્ટ બાઇક ‘QiCycle’

નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી હવે દુનિયાભરમાં ફક્ત મોબાઇલ ફોન માટે નહીં પરંતુ ટેકનોલોજીના માર્કેટમાં પણ પગ મૂકી દીધો છે. કંપનીએ એક ઇવેન્ટમાં પહેલી ઇલેક્ટ્રિક સાયકલ લોન્ચ કરી છે જેના ફિટર્સ ઘણા રસપ્રદ છે. તેને QiCycleનું નામ આપવામાં આવ્યું છે અને તેની કિંમત 2999 યુઆન (લગભગ 30,699 રૂપિયા) છે.

શાઓમી માત્ર સ્માર્ટફોન કંપની નથી પરંતુ એક ટેકનોલોજી પણ કંપની છે તેવું લોન્ચ ઇવેન્ટમાં આ વાતને જોર આપ્યું હતું. આ પહેલા પણ તેમને ફોન ઉપરાંત ઘણા ડિવાઇસ લોન્ચ કર્યા છે. આ પ્રોડક્ટસમાં એર કંડિશન્સ, વોટર પ્યોરિફાયર, પાવર બેંક, કેમેરા અને રાઉટર્સ જેવા પ્રોડક્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કાર્બન ફાઇબરથી બનાવવામાં આવેલી આ સાઇકલમાં એક ઇલેક્ચ્રિક મોટર લગાડવામાં આવી છે જે તેને ચલાવશે. આ ઉપરાંત રાઇડરમે પેડલિંગ કરવામાં મદદ માટે 250W 36Vની મોટર લગાડવામાં આવી છે. તેનું વજન 14.2 કિલોગ્રામ છે.

ખાસ વાત તો એ છે કે તેને ફોલ્ડ પણ કરી શકાય છે, કંપનીના જણાવ્યા અનુસાર તેને ફોલ્ડ કરીને સરળતાથી ગાડીમાં મૂકી શકાય છે. પાવર માટે આ સાઇકલમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમથી લેસ એક પેનાસોનિકની 18650mAhની બેટરી લગાવવામાં આવી છે. આ સિસ્ટમ બેટરીને મોનિટર કરીને તેના માટે જાણકારી આપશે. બેટરીને ફુલ ચાર્જ કરીને 45 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.

You might also like