બે રિયર કેમેરા અને દસ કોરવાળા પ્રોસેસર સાથે આવ્યો Redmi Pro

નવી દિલ્હી: ચીની ટેક્નોલોજી દિગ્ગજ શાઓમીએ એક નવો સ્માર્ટફોન Redmi Pro લોન્ચ કર્યો છે. તેની ખાસિયત તેમાં આપવામાં આવેલો રિયર કેમેરો છે અને તેમાં 10 કોરવાળું પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે શાઓમીએ પોતાના કોઇ સ્માર્ટફોનમાં ઓલેડ ડિસ્પ્લે અને ડુઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે.

5.5 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનમાં બે રિયર કેમેરા છે. એક Sony IMX258 સેંસરવાળો 13 મેગાપિક્સલનો છે જ્યારે બીજો સેમસંગનો 5 મેગાપિક્સલનો કેમેરો છે. ફોટો ક્લિક કરતી વખતે ફોકસ પોઇન્ટ બદલી શકાય છે. તેમાં ડુઅલ ડોન ફ્લેશ પણ આપવામાં આવી છે. તેની બેટરી 4,050mAhની છે.

તેમાં USB Type C કનેક્ટર આપવામાં આવ્યું છે જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. પરર્ફોમન્સ માટે તેમાં 2.5GHz નું ડેકાકોર MediaTek’s Helio X25 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેના બે વેરિએન્ટ હશે, એકમાં 4GB રેમની સાથે 128GB ઇન્ટરનલ મેમરી મળશે.

બીજામાં 3GB રેમની સાથે 64GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેના હાઇ એન્ડ વેરિએન્ટની કિંમત 1999 યુઆન (લગભગ 20,143 રૂપિયા) છે જ્યારે 3GB રેમવાળા વેરિએન્ટ 1499 યુઆન (લગભગ 15,104 રૂપિયા) છે. જો આ ભારત આવ્યો તો તેમાં મીડિયાટેકના બદલે સ્નૈપડ્રૈગન પ્રોસેસર આપવામાં આવશે.

You might also like