30 દિવસમાં 10 લાખથી વધુ આ સ્માર્ટ ફોનનું થયું વેચાણ

ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની Xiaomi એ એક મહિનાની અંદર પોતાના નવા સ્માર્ટફોનના વેચાણને લઇને નવો મુકામ પ્રાપ્ત કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે એક મહિનાની અંદર 10 લાખથી વધારે રેડમી 5A સ્માર્ટફોનનું વેચાણ કર્યું છે. Xiaomi ઇન્ડિયાના પ્રમુખે આ અંગે જણાવ્યું કે અમને ખુબ આનંદ છે કે અમે રેડમી 5A ના 10 લાખથી વધારે યુનિટનું વેચાણ કર્યું છે.

જે લોકો Xiaomi ના આ નવા સ્માર્ટફોનના ફીચર્સથી અનજાન હોય તેમને જણાવીએ કે ‘દેશ નો સ્માર્ટફોન’ ટેગ સાથે લોન્ચ કરવામાં આવેલ રેડમી 5A સ્માર્ટફોનમાં 5 ઇંચચચચ ઇચડી ડિસ્પ્લે છે, જેનું રીઝ્યુલેશન 720×1280 પિકસલ છે. ડ્યૂલ સીમવાળા Xiaomi રેડમી 5A એન્ડ્રોઇટ નૂગા આધારિત MIUI 9 પર ચાલે છે. Xiaomi રેડમી 5A બે અલગ-અલગ મોડલમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

જેમાં 2 જીબી રેબ, 16 જીબી સ્ટોરેજવાળા મોડેલની કિંમત 5,999 રૂપિયા અને 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજવાળા મોડેલની કિંમત 6,999 રૂપિયા છે. ફોન ક્વોડકોર ક્વોલકોમ 425 પ્રોસેસર છે જે 1.4 ગીગાહાર્ટઝ પર ચાલે છે. સ્માર્ટફોનમાં અપર્ચર એફ/2.0, એલઇડી ફલેશ અને પીડીએએફ સાથે 13 મેગાપિકસલ રિયર કેમેરા છે. કનેક્ટિવિટિ માટે ફોનમાં 4G વોલેટ, જીપીએસ-એ-જીપીએસ, ઇન્ફ્રારેડ, વાઇ-ફાઇ 802.11 બી-જી-એન, બ્લ્યૂ ટૂથ 4.1 એક 3.5 એફ એમ ઓડિયો અને એક માઇક્રો-યૂએસબી પોર્ટ આપવામાં આવેલ છે.

You might also like