શી જિનપિંગની ફરી વાર ચીનના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી

બીજિંગ, શનિવાર
ચીનના વૈધાનિક એકમ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)એ આજે ‌ચીનના પ્રમુખ તરીકે શી જિનપિંગના બીજા કાર્યકાળ માટે સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે હવે શી જિનપિંગ ર૦ર૩ સુધી ચીનના પ્રમુખના હોદ્દા પર ચાલુ રહેશે. શી જિનપિંગે ર૦૧૩માં ચીનના પ્રમુખ તરીકે કાર્યકાર સંભાળ્યો હતો.

૬૪ વર્ષીય શી જિનપિંગની તરફેણમાં તમામ ર૯૭૦ વોટ પડ્યા હતા. જ્યારે તેમની વિરુદ્ધ એક પણ વોટ પડ્યો નહોતો એટલું જ નહીં, વોટિંગ દરમિયાન એક પણ સાંસદ ગેરહાજર રહ્યા નહોતા. શી જિનપિંગ સેન્ટ્રલ આર્મી કમિશનના અધ્યક્ષ તરીકે પણ બીજી વાર ચૂંટાયા છે, જેનો અર્થ એ થયો કે તેઓ દેશના ત્રણ સૌથી વધુ પાવરફુલ હોદ્દા પર રહેશે.

શી જિનપિંગ ચીનના પ્રમુખ ઉપરાંત સશસ્ત્ર સેનાના સર્વોચ્ચ વડા પણ છે અને સાથે-સાથે કોમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી પણ છે. ચીનની સંસદે ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાના પૂર્વ પ્રમુખ વાન કિશાનની ઉપપ્રમુખ તરીકે વરણી કર%

You might also like