ડબલ્યુડબલ્યુઈના બે ચેમ્પિયન પહેલવાન પણ IPLના દીવાના

નવી દિલ્હીઃ WWEના ભૂતપૂર્વ ટેગ ચેમ્પિયન ગત દિવસોમાં ભારતના પ્રવાસે આવ્યા હતા. એમ તો પહેલવાનોનો ક્રિકેટ સાથેનો લગાવ થોડો વિચિત્ર લાગે છે, પરંતુ આ બંને ક્રિકેટના બહુ મોટા ચાહક છે. ભારત પ્રવાસ દરમિયાન પહેલવાનોએ આઇપીએલના કાર્યક્રમ એક્સ્ટ્રા ઇનિંગ્સમાં ભાગ લીધો અને ત્યાં ચિયર લીડર્સ સાથે ડાન્સ પણ કર્યો હતો. કાર્યક્રમમાં સામેલ ભૂતપૂર્વ ક્રિકેટર પણ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. આ પહેલવાન છે બિગ ઈ અને કોફી કિંગ્સ્ટન. આ બંનેએ ભારત પ્રવાસની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

બિગ ઈ અને કોફી કિંગ્સ્ટને એક્સ્ટ્રા ઇનિંગ્સમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. ત્યાર બાદ ગુજરાત લાયન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ જોઈ અને મુંબઈની ટીમને ચિયર કરી. આ બંને પ્રમોશનલ એક્ટિવિટિઝ માટે ભારત આવ્યા હતા અને મુંબઈમાં ફર્યા હતા.

અહેવાલો અનુસાર ન્યૂ-ડેની ત્રિપુટી ફરી એક વાર ધૂમ મચાવવા તૈયાર છે અને જૂનના પહેલા સપ્તાહ સુધીમાં તેમના સ્મેકડાઉનમાં આવવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. WWE યુનિવર્સ ન્યૂ-ડેની ગેરહાજરીને અનુભવી રહ્યો હતો અને હવે તેની વાપસીના અહેવાલોથી ચાહકો બહુ ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે ન્યૂ-ડેના મેમ્બર કોફી કિંગ્સ્ટનના ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે ન્યૂ-ડેનું અત્યાર સુધી સ્મેકડાઉન લાઇવમાં પદાર્પણ થઈ શક્યું નથી.
http://sambhaavnews.com/

You might also like