ર૪ નવેમ્બર પહેલાં હસ્તલિખિત પાસપોર્ટ રિન્યૂ કરાવી લેવો પડશે

અમદાવાદ: શું તમારી પાસે ર૦૦૧ પહેલાં ઇશ્યૂ કરવામાં આવેલ હસ્તલિખિત પાસપોર્ટ છે? જો તમારી પાસે આવો હાથે લખેલો પાસપોર્ટ હોય તો તેને ર૪ નવેમ્બર, ર૦૧પ પહેલાં રિન્યૂ કરાવી લેજો અન્યથા તમારો પાસપોર્ટ રદ ગણાશે.

ઇન્ટરનેશનલ ‌િસવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ)એ તમામ નોન-મશીન રીડેબલ પાસપોર્ટ વૈશ્વિક રીતે તબક્કાવાર રદ કરવા માટે ર૪ નવેમ્બર, ર૦૧પની સમયમર્યાદા મુકરર કરી છે. પાસપોર્ટ અધિકારીઓએ ભારત અને વિદેશમાં વસતા અને આવા હસ્તલિખિત પાસપોર્ટ ધરાવતા લોકોને તાત્કાલિક અસરથી રિન્યૂ કરાવી લેવા સલાહ આપી છે. જો તેઓ પોતાના આવા પાસપોર્ટ રિન્યૂ કરાવવામાં કસૂર કરશે તો વિદેશી સરકારો આવા પાસપોર્ટ પર પ્રવાસ કરતી કોઇ પણ વ્યકિતને વિઝા આપવા કે પોતાના દેશમાં પ્રવેશ આપવા ઇનકાર કરી શકે છે. જે પાસપોર્ટની સમય અવધિ ર૦ વર્ષની હશે તેવા પાસપોર્ટ પણ આ કેટેગરીમાં આવરી લેવામાં આવ્યા છે. ભારત સરકાર ર૦૦૧થી આ પ્રકારના હસ્તલિખિત પાસપોર્ટ જારી કરી રહી છે. ખાસ કરીને ૧૯૯૦ની આસપાસ ર૦ વર્ષની સમયાવધિ સાથે ઇશ્યૂ કરવામાં આવેેલા પાસપોર્ટ હવે તો રિન્યૂ કરવામાં નહીં આવે તો રદબાતલ ઠરશે.

પાસપોર્ટ ઓફિસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ઓકટોબરમાં ઉપલબ્ધ ડેટા અનુસાર હજુ પણ ર.પ૦ લાખ હસ્તલિખિત પાસપોર્ટ ચલણમાં છે. ૬.ર૦ કરોડ ભારતીયો કાયદેસર પાસપોર્ટ ધરાવે છે. પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી ઝેડ.એ. ખાને જણાવ્યું છે કે આ પ્રકારના હસ્તલિખિત પાસપોર્ટ રિન્યૂ કરાવવાની પ્રક્રિયા અન્ય પાસપોર્ટ જેવી જ છે.

You might also like