BCCIએ રિદ્ધિમાન સાહાની સર્જરી માન્ચેસ્ટરમાં કરાવી

માન્ચેસ્ટરઃ ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ વિકેટકિપર રિદ્ધિમાન સાહાને આઈપીએલ-૨૦૧૮ દરમિયાન ખભામાં ઈજા થઈ ત્યારથી તે રમતથી દૂર થઈ ગયો છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં પણ તેની પસંદગી કરવામાં આવી નહોતી.

રિદ્ધિમાન સાહાની ઈજાની સર્જરી ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં કરવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા સાહાની તસવીર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે, ”રિદ્ધિમાન ઝડપથી સાજો થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. માન્ચેસ્ટરમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં ખભાની સર્જરી કરાવવામાં આવી.”

નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન કાર્યક્રમમાં સાજો ન થયા બાદ ટેસ્ટ સાહાના ખભાની ઈજા વકરી હોવાના અહેવાલ બાદ સાહાની ઈંગ્લેન્ડમાં સર્જરી કરાવવામાં આવી છે. સાહાએ સર્જરી બાદ એક ટ્વિટ કરીને કહ્યું, ”તમામ લોકોના પ્રેમ માટે ધન્યવાદ. મારી સફળતાપૂર્વક સર્જરી થઈ છે.” સર્જરી કરાવ્યા બાદ સાહા જલદી ટીમમાં વાપસી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You might also like